સુરત
સુરત શહેર જિલ્લામાં ૧૧૩૩ કેસના ઘટાડા સાથે નવા ૨૫૭૬ કેસ નોંધાયા છે. જેથી કોવિડનો કુલ આંકડો વધીને ૧,૮૮,૪૬૦ પર પહોંચ્યો છે. જ્યારે ૪ મોત સાથે મૃત્યુઆંક વધીને ૨૧૪૪ થયો છે. આજે શહેરમાંથી ૨૬૦૮ દર્દીઓને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યાં છે. જેથી ડિસ્ચાર્જનો આંકડો વધીને ૧,૬૦,૬૪૦ થયો છે. હાલ શહેર અને જિલ્લાના મળીને કુલ ૨૫,૬૯૪ એક્ટિવ કેસ છે. ૭ વ્યક્તિઓ વરાછા ઝોન-બીના પુણા સીમાડા વિસ્તારના સહયોગ સોસાયટીમાં નોંધાયા છે. ૯ વ્યક્તિઓ ઉધના ઝોન-એના ભેસ્તાન વિસ્તારના સંગમ સોસાયટીના એક જ વિસ્તારમાં નોંધાયા છે. ૧૫ વ્યક્તિઓ ઉધના ઝોન-બીના ગર્ભણી વિસ્તારના રામેશ્વર નગરમાં નોંધાયા છે. જેથી તેને ક્લસ્ટર જાહેર કરી જાહેર જનતાની અવરજવર માટે બંધ કરવામાં આવેલ છે. વરાછા ઝોનની તાપી કોલેજમાં કુલ ૩ વિદ્યાર્થીઓ તથા સ્ટાફ પોઝીટીવ આવતા બંધ કરાવવામાં આવી છે. શહેરમાં કુલ ૨૭ વિદ્યાર્થીઓ પોઝીટીવ આવ્યા છે. જેમાં ડીપીએસ, એસવીએનઆઈટી, એસડી જૈન, ભૂલકા વિહાર, લાન્સર આર્મી, સેવન્થ ડે, શારદાયતન, ગજેરા સ્કૂલ, વિવેકાનંદ કોલેજ, ગુરુકુળ, પીપી સવાણી સહિતની સ્કૂલ-કોલેજાેમાં વર્ગો બંધ કરાવી ૩૭૮નું કોન્ટેકટ ટ્રેસિંગ કરાયું છે. શહેરમાં ૨ દર્દીનાં મોત નિપજ્યાં છે. જેમાં કતારગામના ૭૫ વર્ષીય વૃદ્ધાને ૧૯મીએ સ્મીમેરમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું તેમને ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની બીમારી પણ હતી. આ જ રીતે ગોતાલાવાડી રહેતા ૬૫ વર્ષીય વૃદ્ધાને ૧૨મીએ સ્મીમેરમાં દાખલ કરાયા હતા. શુક્રવારે તેમનું પણ મોત નીપજ્યું હતું. જ્યારે જિલ્લામાં માંડવી ના રહેવાસી ૬૩ વર્ષીય વૃદ્ધનું પણ કોરોનાની સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.સુરત શહેરમાં સતત કોરોના પગ પેસારો કરી રહ્યો છે. આજે ઘટાડા સાથે એક જ દિવસમાં સુરત ૨૫૭૬ કેસ નોંધાયા છે. આ સાથે શહેર જિલ્લામાં ચાર દર્દીના મોત થયા છે. જ્યારે ૨૬૦૮ દર્દી ડિસ્ચાર્જ થયા છે. સુરત શહેરના રાંદેર ઝોનમાં સૌથી વધુ ૫૯૩ કેસ નોંધાયા છે.
