સુરત
સુરત શહેરની અંદર સ્થિતિ ખૂબ જ નિયંત્રણ હેઠળ છે અને પેટ્રોલ અને ડિઝલનો જથ્થો પૂર્ણ થઇ જશે એ પ્રકારની વાતોની કોઈ અસર સુરત શહેરના પેટ્રોલ પંપો પર દેખાઈ રહી નથી. લોકો રાબેતા મુજબ રોજની જે પ્રકારે પેટ્રોલ પંપ ઉપર હોય છે એ પ્રકારના જ દ્રશ્યો પણ જાેવા મળ્યા હતા. કોઈપણ પ્રકારનું પેનિક સુરત શહેરની અંદર જાેવા મળી રહ્યો નથી. જાેકે, માત્ર નાયરા કંપનીના પેટ્રોલ પંપ પર ડીઝલ બાદ પેટ્રોલ ખતમ થઈ જતા સંપૂર્ણ બંધ થઈ ગયા છે. સુરતના પેટ્રોલ પંપના સંચાલકો પણ કહી રહ્યા છે કે ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ છે ત્યાં જરૂરિયાત મુજબનો પેટ્રોલ-ડીઝલનો પુરવઠો છે. હાલ કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂરિયાત નથી અને ખોટી રીતે પેટ્રોલ પંપ ઉપર લાઈ લગાડવી યોગ્ય નથી. ઘણી વખત લોકો અફવામાં આવી જતા હોય છે અને ખોટી રીતે સંગ્રહ કરવાનું શરૂ કરી દેતા હોય છે. પરંતુ ઇન્ડિયન ઓઇલ દ્વારા શહેરના લગભગ તમામ પેટ્રોલ પંપો પર પુરતા પ્રમાણમાં ડીઝલ અને પેટ્રોલ મોકલવામાં આવી રહ્યું છે.સુરતમાં નાયરા કંપનીના પેટ્રોલ પંપ પર ડીઝલ-પેટ્રોલનું વેચાણ લગભગ બંધ થઈ ગયું છે ત્યારે અન્ય પેટ્રોલ પંપ પર આ જ પ્રકારની સ્થિતિ ઊભી થાય એવી વાતો વહેતી થઇ હતી. જાેકે, સુરતમાં અન્ય પેટ્રોલ પંપ પર દ્રશ્યો સામાન્ય દેખાયા હતા. સુરતના પેટ્રોલ પંપના સંચાલકો પણ કહી રહ્યા છે કે ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ છે ત્યાં જરૂરિયાત મુજબનો પેટ્રોલ-ડીઝલનો પુરવઠો છે.


