સુરત
સુરતમાં ગોડાદરા વિસ્તારમાં આવેલી નીલકંઠ સોસાયટીમાં અશ્વિની પ્રકાશ શ્યામલા (ઉ.વ.૨૭) પતિ અને બે સંતાન સાથે રહેતી હતી. અશ્વિની માર્કેટમાં નોકરી કરતા પતિ પાસે લાંબા સમયથી મોપેડ અને મોબાઈલની માગ કરી રહી હતી. પોતાની મર્યાદિત આવકના કારણે પ્રકાશે અશ્વિનીને એક-દોઢ મહિનામાં તેની માગ પૂર્ણ કરશે એવું કહ્યું હતું. અશ્વિનીએ આપઘાત કર્યા બાદની હકીકત જાણી પોલીસનું હૃદય પણ દ્રવી ઉઠ્યું હતું. ગોડાદરા પોલીસે જણાવ્યું હતું કે, અશ્વિની શ્યામલા ગત રોજ બપોરે ઘરમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. જેની જાણ પરિવારને થતા અશ્વિનીને નીચે ઉતારી સ્મીમેર હોસ્પિટલ લઈ ગયા હતા. જાેકે, અશ્વિની મોતને ભેટી હતી. અશ્વિનીને સંતાનમાં એક ૪ વર્ષની પુત્રી અને તેનાથી નાનો એક પુત્ર છે. પત્નીને માગને પૂર્ણ કરવા પતિ મથામણ કરતો હતો.દરમિયાન પત્નીને સરપ્રાઈઝ આપવા માટે પતિએ મોબાઈલ ફોનનો ઓનલાઈન ઓર્ડર પણ આપી દીધો હતો. દરમિયાન અશ્વિનીએ પોતાની મોપેડ અને મોબાઈલની ઈચ્છા પૂર્ણ થતી નહીં દેખાતા માઠું લાગી આવ્યું હતું ઘરમાં જ અંતિમ પગલું ભરી લીધું હતું. જાેકે, પતિએ ઓર્ડર કરેલો મોબાઈલ ફોન પણ પત્નીના આપઘાતના દિવસે જ ઘરે પહોંચ્યો હતો. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.એક મહિલાના આપઘાતનો હૃદયદ્વાવક કિસ્સો સામે આવ્યો છે. ગોડાદરામાં પતિ પાસે મોપેડ અને મોબાઈલની માગણી પૂર્ણ ન થતા બે સંતાનની માતાએ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ આપઘાતની ઘટનાની કરૂણાંતિકા એ હતી કે, પતિએ પત્ની માટે માગ પ્રમાણેનો મોબાઈલ ઓનલાઈન મગાવ્યો હતો. જે ફોન આવવાનો હતો. જેથી સરપ્રાઈઝ આપે તે પહેલાં જ પત્નીએ આપઘાત કરી લીધો હતો.


