Gujarat

સુરતમાં પરિણીતાને લગ્નની લાલચ આપી યુવકે દુષ્કર્મ આચર્યું

સુરત
સુરતના લિંબાયતના મારુતિ નગરમાં રહેતા તન્વીર આલમે પરણીતાને લગ્નની લાલચ આપી હતી. બાદમાં તન્વીર આલમે ફરીયાદી સાથે લગ્ન કરવાની વાત કરીને મારૂતિનગર લિંબાયત ખાતેની અલગ અલગ રૂમમાં લઈ જઈને અવાર-નવાર ફરીયાદીની મરજી વિરૂદ્ધ શારીરીક સંબંધ બાંધેલ અને પાછળ પાછળ ફરીને ફરીયાદીનો પીછો કર્યો હતો. તન્વીર આલમ દ્વારા લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યાની પરણીતાને જાણ થઈ ગઈ હતી. બાદમાં પરણીતા તન્વીર સાથે કોઈ સંબંધ રાખતી નહોતી. જેથી પરિણીતાનો પીછો કરી તન્વીર અવારનવાર ધમકીઓ આપતો હતો. સંબંધ નહીં રાખે તો તેના છોકરાને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેથી પરિણીતાની ફરિયાદના આધારે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.સુરતમાં દુષ્કર્મના બનાવવામાં સતત વધારો થઈ રહ્યો છે.ત્યારે લિંબાયત વિસ્તારમાં એક પરિણીતાને લગ્નની લાલચ આપીને હવસનો શિકાર બનાવવામાં આવી હતી. યુવકે પરિણીતાને લગ્નની લાલચ આપીને અલગ અલગ જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. મહિલાએ આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

File-01-Page-15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *