સુરત ની ગાંધી ડિગ્રી ઇજેનરી કોલેજમાં યોજાયેલ હેકાથોનના Regional રાઉન્ડ ની સ્પર્ધા બે દિવસ યોજાયેલ જેમાં ૬૭ ટીમોએ દક્ષિણ ગુજરાત ની વિવિધ સંસ્થાઓ માંથી ભાગ લીધો હતો. આ હેકાથોન ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ હેઠળ ગુજરાત નોલેજ સોસાયટી SSIP ગુજરાત દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રિય શિક્ષણ નીતિ ૨૦૨૦ અને આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે તા. ૦૭ અને ૦૮ના રોજ ગાંધી કોલેજ માં હેકાથોનના Regional રાઉન્ડનું સફળ આયોજન સહ સમાપન થયું હતું. આ સ્પર્ધામાં ૬૭ ટીમોના ૩૫૪ વિધાર્થીઓ અને ૩૭ મૅન્ટર્સ અને ૨૪ જ્યુરી દ્વારા રસપૂર્વક ભાગલેવામાં આવેલ હતો. હેકાથોન-૨૨ એ સળંગ ૩૬ કલાક ચાલેલી સ્પર્ધા હતી જેમાં Regional રાઉન્ડમાં જેટલા વિધાર્થીઓ, મેન્ટર, જ્યુરી મેમ્બર, નોડલ ઓફિસરો અને અધિકારીઓ માટે માળખાગત સુવિધાઓ ઊભી કરવા આવી હતી. આ સ્પર્ધા માં ભાગ લેનાર ટીમોને જ્યુરી દ્વારા પારદર્શિતા વિજેતાઓ જાહેર કરવામાં આવ્યા હતા. જાહેર થયેલ વિજેતા ટીમો અને વિધાર્થીઓ હવે પછીના રાઉન્ડમાં ભાગ લેવા માટે આગળ વધશે. હેકાથોન-૨૨ ની નિર્ણાયક જ્યુરી દ્વારા યોગ્ય ગણાવાયેલા ૫ થી ૭ પ્રોજેક્ટ ના ટીમ લીડર, મેન્ટર અને મેમ્બર્સ ને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવેલ હતા. સ્પર્ધાના સમાપન સમારંભ માં મુખ્ય અતિથિ તરીકે Shri Prabhu Vasava, (Member of Parliament, Bardoli Loksabha) હાજર રહ્યા હતા. તેમણે આવેલ યુવાઓ જોડે ચર્ચા કરી હતી અને જણાવ્યું કે ઇનોવેશન કંઈક નવું, જેમ કે શોધ, અથવા નવી વસ્તુઓ વિકસાવવાની અને રજૂ કરવાની પ્રથાનો સંદર્ભ આપી શકે છે. સફળ સ્ટાર્ટઅપ બનાવવા માટે એક નવીન વિચાર આવશ્યક છે. સ્ટાર્ટઅપ્સ વિક્ષેપકારક નવીનતા બનાવવાનો પ્રયાસ કરે છે. તેમણે જણાવ્યું હતું કે આ સ્પર્ધા બાદ કોઈને નવું સ્ટાર્ટ-ઉપ પોતાનું ચાલુ કરવું હોય તો SSIP ગુજરાત દ્વારા સ્કોલરશીપ પણ આપવામાં આવે છે. તેમણે બધા યુવા વિધાર્થીઓ, જ્યુરી, મેન્ટર અને સંસ્થા ના અધિકારીઓ ને આ સ્પર્ધા માં ભાગ લીધો તે માટે અભિનંદન પાઠવ્યું. આ સમગ્ર સ્પર્ધા નું આયોજન ગાંધી કોલેજ ના અધ્યાપકો દ્વારા સંસ્થા ના આચાર્ય ડૉ એસ આર જોશી ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો હતો.


