નવરાત્રી પૂર્ણ થઈ અને લોકો દિવાળી ના તહેવારો ના સ્વાગત માટે ની તૈયારી માં લાગ્યા હતા ત્યારે જ ચોમાસુ બેઠું હોય તેમ વરસાદનું આગમન થયું અને ત્રણ દિવસ વરસાદ પડતા ખેતરો માં પાણી ભરાઈ ગયા હતા. પાક ને વ્યાપક નુકશાન થયું છે. ડાંગર કાઢવા માટે ખેડૂતો તૈયારી કરતા હતા ત્યારે જ વરસાદ પડ્યો છે. તુવેર ના પાક ને પણ નુકશાન થયું છે.
એક તરફ બોડેલી ના જીન માલિકો કપાસ ની ખરીદી નુ મુહુર્ત કરી રહ્યા છે. ત્યારે જ વરસાદ પડતાં કપાસ પણ બગડી જવાની ભીતિ સેવાઈ રહી છે. કપાસ ની સીઝન વિલંબ માં જશે તેમ પણ લાગી રહ્યું છે.
કમોસમી વરસાદ થી ખેતી ને નુકશાન થતાં ખેડૂતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે બોડેલી સહિત સમગ્ર છોટાઉદેપુર જિલ્લા માં ત્રણ દિવસ થી વરસાદી માહોલ સર્જાતાં ખેતીને વ્યાપક નુકશાન પહોચ્યું છે. કપાસ, તુવેર, ડાંગર સહિત ઉભા પાક માં નુકશાન થયું
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


