Gujarat

સુરેન્દ્રનગરથી સગીરાને વડોદરા લાવી દુષ્ક્રમ આચરતા પહેલા સગીરા ભાગી ગઈ

વડોદરા
સુરેન્દ્રનગરમાં એકલી પડેલી સગીરા ઉપર એક વ્યક્તિની નજર પડતાં તેણે સગીરા સાથે વિશ્વાસ કેળવ્યો હતો અને સગીરાને લાલચ આપી છોટાઉપુર પિતા પાસે પહોંચાડી દેવા જણાવ્યું હતું. સગીરાએ અજાણી વ્યક્તિ પર વિશ્વાસ મૂક્યો અને તે પોતાના પિતા પાસે વતનમાં જવા માટે તૈયાર થઇ ગઇ હતી. અજાણી વ્યક્તિ સગીરાને લઇ છોટાઉદેપુર આવવા માટે નીકળ્યો હતો અને રાત્રે વડોદરા આવ્યા બાદ છાણી વિસ્તારમાં રોકાયો હતો, જ્યાં તેની સાથે અજાણી વ્યક્તિએ શારીરિક અડપલાં કરતાં સગીરા ડઘાઇ ગઇ હતી, પરંતુ તેને હિંમત હાર્યા વગર હવસખોર અજાણી વ્યક્તિનો સામનો કરતાં ગભરાઇ ગયેલા હવસખોર યુવાન સગીરાને જે-તે સ્થળે મૂકી ફરાર થઇ ગયો હતો. હવસખોર અજાણી વ્યક્તિ ફરાર થઇ ગયા બાદ સગીરાએ ભયના ઓથાર નીચે કડકડતી ઠંડીમાં છુપાઇને આખી રાત પસાર કરી હતી. દરમિયાન એક ત્રાહિત વ્યક્તિની નજર ગભરાયેલી અને ઠંડીમાં ઠૂંઠવાતી સગીરા પર પડતાં તરત જ તેમણે ૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરીને મદદ માગી હતી અને જણાવ્યું હતું કે એક ગભરાયેલી સગીરા છાણી વિસ્તારમાં છે. તેણે પૂછતાં કંઈ જણાવતી નથી, તેને મદદરૂપ વિનંતી કરી હતી. તરત જ બાપોદ પોલીસ સ્ટેશન સ્થિત અભયમ રેસ્કયૂ ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી અને સગીરાનો કબજાે લઇ પોલીસ સ્ટેશનમાં લઇ આવી હતી. ગભરાયેલી સગીરાને પોલીસ સ્ટેશનમાં લાવ્યા બાદ ૧૮૧ હેલ્પલાઇન ટીમે તેને સાંત્વના આપી પૂછપરછ કરતાં તેને પોતાની સાથે બનેલી ઘટના અંગેની માહિતી આપી હતી. તેણે અભયમ ટીમને જણાવ્યું હતું કે તે છોટાઉદેપુર પાસેના ગામની છે, પરંતુ બીજી કોઇ માહિતી ન મળતાં વડોદરા ટીમે છોટાઉદેપુર ટીમનો સંપર્ક કરી તેના ગામની માહિતી મેળવી હતી અને જે-તે ગામના સરપંચ સાથે ચર્ચા કરતાં આ સગીરા તેમના ગામની હોવાનું જણાવા મળ્યું હતું. બાદમાં ૧૮૧ ટીમે સગીરાના પિતા સાથે ચર્ચા કરતાં તેમણે જણાવ્યું હતું કે મારી દીકરી છે. દીકરીને એકલી સુરેન્દ્રનગરમાં મૂકીને વતનમાં સામાજિક પ્રસંગમાં આવેલા પિતાને દીકરી સાથે બનેલી ઘટના અંગેની જાણ થતાં તરત જ તેઓ વડોદરા આવી પહોંચ્યા હતા અને પોતાની દીકરીને હેમખેમ જાેતાં હાશકારો અનુભવ્યો હતો. પિતાએ દીકરીને હેમખેમ જાેતાં તેમણે ૧૮૧ હેલ્પલાઇન ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો અને પોતાની સગીર દીકરીને લઇ વતન છોટાઉદેપુર રવાના થયા હતા.હવસખોરનો સામનો કરીને પોતાની જાતને બચાવી વડોદરામાં આખી રાત કડકડતી ઠંડીમાં પસાર કરનાર સગીરાનો ૧૮૧ મહિલા હેલ્પલાઇન ટીમે કબજાે લઇ તેના પરિવારને સોંપી હતી. પિતા દીકરીને એકલી મૂકી વતનમાં સામાજિક પ્રસંગમાં આવતાં સગીરા વતનમાં જવાની લાલચમાં હવસખોરની ચુંગાલમાં ફસાઇ ગઇ હતી. નોંધનીય બાબત એ છે કે સગીરાએ હવસખોર સામે બતાવેલી હિંમતને કારણે તેની આબરૂ લૂંટાતી બચી ગઈ હતી.

Rap.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *