સુરેન્દ્રનગર
ગુજરાત સફાઈ કામદાર મંડળના ઉપક્રમે આઉટ સોર્સિંગ સફાઈ કામદારો વિવિધ માંગણીઓ લઈને છેલ્લા ૫૮ દિવસથી ગાધીનગર સેક્ટર-૧૨ના બગીચા પાસે આંદોલન ચલાવી રહ્યા છે. અને તા.૯/૨થી આમરણાંત ઉપવાસ ઉપર ઉતરેલા છે. આ આંદોલનની સફળતા મળે તે સારુ દસાડાના ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી તથા પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદારો,ગાંધીનગર શહેર-જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારોએ પધારીને માર્ગદર્શન, હૂંફ અને પ્રેરણા આપવાની સાથે બળ અને જુસ્સો વધાર્યો હતો. નૌશાદભાઈ સોલંકીએ આંદોલન પર ઉતરેલા લોકો પાસેથી વિસ્તૃત માહિતી મેળવી હતી. સરકારના બહેરા કાને આ આંદોલનનો અવાજ પહોચ્યો નથી. અવાજ બુલંદ બનાવી આંદોલનને સફળ બનાવવા આગામી ૨૮/૨/૨૦૨૨ થી ૧/૩/૨૦૨૨ સુધી ૪૮ કલાક સુધી અન્નજળનો ત્યાગ કરી અનશન, ઉપવાસ માટે ધારાસભ્યો નૌસાદભાઈ સોલંકી, ધારાસભ્ય સિધ્ધપુર ચંદનસિહ ઠાકોર, ધારાસભ્ય ચોટીલા ઋત્વિક મકવાણા સહિત કોંગ્રેસ નેતા ચીમનભાઈ વિંઝુડા, અશોકભાઈ શ્રીમાળી અને અન્ય બહોળી સંખ્યામાં કાર્યકરો જાેડાયા છે. ત્યારે આ મામલે આંદોલન પર ઉતરેલા આઉટ સોસિંગના કર્મચારીઓને ન્યાય મળે અને તેમની માગણી સંતોષાય તેવી માગણી ધારાસભ્યો અને આગેવાનોએ કરી છે.
