સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર શહેરની મહેતા માર્કેટમાં ગામેગામથી હટાણું કરવા માટે લોકો આવતા હોય છે. ત્યારે સુરેન્દ્રનગરની મહેતા માર્કેટના મોટાભાગના રસ્તાઓ ટ્રક ચાલકો દ્વારા બ્લોક કરી દેવામાં આવે છે. માલ ઉતારવા આવતા ટ્રક ચાલકો બે ટ્રકો સામ સામે ઊભા રાખી રસ્તાઓ બંધ કરી દેતા હોવાથી રાહદારીઓ તેમજ વાહન ચાલકોમાં અવારનવાર ઘર્ષણના બનાવો પણ બને છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરની મહેતા માર્કેટમાં આડેધડ આવતી ટ્રકો ભારે પરેશાની સર્જી રહી છે. ત્યારે વેપારીઓને આ બાબતે રજૂઆત કરતાં તેઓ ટ્રક ચાલકોને કહે તેમ કહી હાથ અધ્ધર કરી લે છે. તેમજ ટ્રક ચાલકો એલફેલ બોલી સામાન્ય નાગરિકોને દબાવી દેવાનું કામ કરે છે. વેપારીઓની અવળચંડાઇના કારણે પણ સામાન્ય નાગરિક મુસીબતનો સામનો કરી રહ્યા છે. ચાલીને જવા માટે પણ ટ્રકના ચાલકોને વેપારીઓ જરા પણ સુચના આપીને ચાલે તેટલી પણ જગ્યા રાખવામાં આવતી ન હોવાનું હાલમાં બહારથી આવતા હટાણું કરવા આવતા લોકો જણાવી રહ્યા છે. ત્યારે આવીને ટ્રકો મહેતા માર્કેટમાં ગોઠવાઈ જાય છે અને આખો દિવસ સુધી આ સમસ્યા ચાલે છે. દરેક પ્રકારનું હટાણું સુરેન્દ્રનગર શહેરની મહેતા માર્કેટમાં થાય છે. ત્યારે માલ ઉતારવા માટે બહાર ગામથી આવતી ટ્રકોના થપ્પા લાગી જતા હોય છત આમ છતાં પણ સુરેન્દ્રનગર શહેરની મહેતા માર્કેટમાં ખરેખર ચારથી પાંચ પોલીસની ફરજ હોવી જાેઇએ. તેના બદલે એક પણ પોલીસની નોકરી મહેતા માર્કેટમાં હોતી નથી. જેના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાય છે. અને સામાન્ય નાગરિકને આ સમસ્યા અંગે વેપારીઓને રજૂઆત કરે તો ટ્રક ચાલકોને કહો તો તેઓ એલફેલ બોલી અને સામાન્ય નાગરિકને દબાવી દેવાનું કામ કરે છે. ત્યારે વેપારીઓની પણ માર્કેટમાં દાદાગીરી સામે આવી રહી છે. અને પોલીસ તંત્ર નિષ્ક્રિય હોવાના કારણે મહેતા માર્કેટમાં ગંભીર સમસ્યા બની છે. ત્યારે આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે ખરેખર મહેતા માર્કેટમાં પોલીસની જરૂરિયાત છે તેવું હાલમાં સામાન્ય નાગરિકો જણાવી રહ્યા છે.


