*વેરાવળ ગોવર્ધનનાથજી દ્વારકાધીશ હવેલી વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજ તેમજ સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમેતી દ્વારા યાત્રાધામ ને જોડતી એસ.ટી બસ સેવા સોમનાથ નાથદ્વારા સોમનાથ, નારાયણ સરોવર, માતાનાં મઢ, ગીર કનકાઈ બાણેજ ના રૂટ તેમજ સોમનાથ અંબાજી દર માસે પુનમે જતા વેષ્ણવો,સત્સંગ મંડળ, ધુન મંડળના સંત્સંગીઓ દ્વારા માંગ કરવામાં આવી છે.*
*ગીર સોમનાથ જીલ્લા માં મુખ્ય મથક વેરાવળ ગોવર્ધનનાથ દ્વારકાધીશ હવેલી ના સંતસંગ મંડળ તેમજ ધુન મંડળના સંત્સંગીઓ તેમજ સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમેતી તેમજ સનાતન હિન્દુ સેવા સમાજ ના પ્રમુખ શ્રી જીતુભાઈ મોહનભાઈ કુહાડા તેમજ મહામંત્રી મહેશભાઈ વાજા સોની સમાજ ના માજી પ્રમુખ લક્ષમીદાસ ભાઈ સાગર દ્વારા જણાવ્યું હતું કે દર પુનમે પુનમ ભરવા નાથદ્વારા માતા ના મઢ કરછ, અંબાજ ના દર્શન કરવા માટે જતા હોય છે ત્યારે એસ ટી બસ સેવા ઉપલબ્ધ ન હોવાને કારણે પ્રાઈવેટ વાહનો માં જીવ ના જોખમે જવા માટે ની નોબતો આવે છે જેમાં પસિદધ યાત્રાધામ સોમનાથ થી અંબાજી રૂટ ની બસ મોડી રાત્રે બાર વાગ્યે ઉપડતી હોય જે વાયા હિંમતનગર ઈડર ને બદલે અમદાવાદ થી વાયા ગાંધીનગર વડનગર થઈને બીજા દીવસે બપોરે ચાર વાગતા માંડ પહોંચતી હોય જેમાં સમયનો વ્યય અને વધુ ટીકીટ નો ચાર્જ ચુકવો પડે છે. ત્યારે એસ ટી તંત્ર દ્વારા આ બસ જે વેરાવળ ડેપો માં થી સાંજે સાત વાગ્યે વેરાવળ ગાંધીનગર સ્લીપર કોચ બસ ઉપડી રહેલ તે સોમનાથ અંબાજી માં વાયા હિંમતનગર ઈડર થઈને સાંજે સાડા સાત વાગે સોમનાથ થી ઉપલબ્ધ કરવામાં આવે તો આસપાસ ગામડાઓ ના દર્દીને પણ અમદાવાદ રાજકોટ ની સુવિધા ઉપલબ્ધ થાય તેમજ સોમનાથ નાથદ્વારા, સોમનાથ નારાયણ સરોવર, માતાનાં મઢ સહીત સોમનાથ ગીર કનકાઈ સતાધાર બાણેજ રૂટ ની એસ ટી બસ સેવા ઉપલબ્ધ કરવામાં આવે તો આ વેરાવળ ના ધર્મપ્રેમી ભાઈઓ બહનો સીનયર સીટીઝન અને સંતસંગ મંડળ તેમજ ધુનમંડળને દર પુનમે સલામત મુસાફરી થકી દર્શને જવાય તેવા શુભ હેતુથી ખાસ ઉપક્રોત સુવિધાને તુરંતમા સરૂ કરવા અનુરોધ કર્યો છે જે બાબતે એસ.ટી તંત્ર દ્વારા આ બસ સેવા બાબતે રજુઆત ને ધ્યાન મા રાખી નિચે દર્શાવેલ રૂટ ની એસ બસો તુરંત મા સરૂ કરવા જનહીતના લાભાર્થે નિર્ણય કરાવે તેવિ અપેક્ષાઓ રાખીછે…*
બાઈટ : મહામંત્રી સનાતન હિન્દુ સેવા સમાજ ના પ્રમુખ શ્રી
રીપોર્ટ સોની યોગેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ


