Gujarat

સૌથી મોટા વચનામૃતને ગિનિસ બુક ઓફ વર્લ્‌ડ રેકોર્ડ્‌સમાં સ્થાન મળશે

વડોદરા
વડોદરામાં કારેલીબાગ સ્વામિનારાયણ મંદિર ખાતે ઘનશ્યામ મહારાજના ૧૮માં પાટોત્સવ નિમિત્તે સપ્તદિનાત્મક સત્સંગ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થયો છે. જેમાં વિશાળ કદનું વચનામૃત દર્શનાર્થે મુકવામાં આવ્યું છે. આ અંગે અલૌકિક સ્વામીએ જણાવ્યું હતું કે, ભગવાન સ્વામીનારાયણે આપેલ ઉપદેશના સાગર એવા વચનામૃતને ૨૦૦ વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યા છે ત્યારે પૂ. જ્ઞાનજીવનદાસની આજ્ઞાથી તેને વિશાળ કદમાં બનાવવામાં આવ્યું છે. આગામી સપ્તાહમાં તેને ગિનિસ બુક ઓફ વર્લ્‌ડ રેકોર્ડ્‌સમાં સ્થાન મળશે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત બપોર પછીના બીજા સેશનમાં ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ૧૭- ૫ -૨૨ ના રોજ સવારે કારેલીબાગ મંદિરસ્થ ઘનશ્યામ મહારાજનો દિવ્ય અભિષેક તથા ભવ્ય અન્નકૂટ દર્શનનો લાભ મળશે. આ પ્રસંગે સંતો, મહંતોના દર્શન આશીર્વચનનો લાભ મળશે. ૨૦ મેના રોજ સાંજે ૫ વાગે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ઉપસ્થિત રહેશે . વડાપ્રધાન મોદી ૧૯ મેના રોજ સવારે ૧૦ વાગે વર્ચ્યુઅલી ઉપસ્થિત રહેશે અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વીડિયો દ્વારા શુભેચ્છા સંદેશ આપશે. આ ઉપરાંત તારીખ ૧૯ મીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ પણ ઉપસ્થિત રહેશે. આ જ્ઞાનયજ્ઞમાં બાળકો, યુવકો, વડીલો, ભાઈઓ, બહેનો સૌ કોઈને આધ્યાત્મિક-પારિવારિક પોષણ મળી રહે એ માટે સતત સાત દિવસ વિવિધ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સંતો ભક્તો દ્વારા કથા,વાર્તા, જ્ઞાનગોષ્ઠિ,પ્રેઝન્ટેશન સહિત અનેકવિધ પ્રેરણાદાયી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરના ૧૮મા પાટોત્સવ નિમિત્તિ વિશાળ કદનું વચનામૃત દર્શનાર્થે મુકવામાં આવ્યું છે. જેની નોંધ ગિનિસ બુક ઓફ વર્લ્‌ડ રેકોર્ડ્‌સમાં આગામી દિવસમાં કરવામાં આવશે. આ વિશાળ વચનામૃતને સૌરાષ્ટ્રમાં આવેલા કુંડળધામ ખાતે મુકવામાં આવશે.

Placed-for-viewing-in-Patotsav-of-Swaminarayan-temple.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *