પાનોલીમાં આવેલી ધી સાર્વજનિક હાઈસ્કૂલના કેડેટ્સ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને એસપીસી અંતર્ગત અંકલેશ્વર તાલુકા પોલીસ સ્ટેશન મથકની મુલાકાતે લાવવામાં આવ્યા હતા. હાજર પોલીસ સ્ટાફે કેડટ્સને પોલીસની કામગીરીથી અવગત કરાવ્યા હતા.
પાનોલી ગામમાં આવેલી ધી સાર્વજનિક હાઇસ્કુલના ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ સ્ટુડન્ટ પોલીસ કેડેટ્સ કાર્યક્રમ અંતર્ગત પોલીસ સ્ટેશનની મુલાકાતે લાવવામાં આવ્યા હતાં. અંકલેશ્વર રૂરલ પોલીસ મથકના પીઆઇ બી.એમ.ચૌધરીના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ પીએસઓ, ક્રાઈમ રેકોર્ડ, હથિયાર રૂમ સહિત વિવિધ પોલીસની કામગીરીથી માહિતીગાર કરવામાં આવ્યાં હતાં. આ મુલાકાત દરમિયાન પાનોલી સ્કૂલના પ્રિન્સિપાલ ભયાત મહંમદ હનીફ, શિક્ષક અસમાંબાનુ ઠાકોર, ઉઘરાધાર અક્રમ તેમજ તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ આશાબ વસાવા સહિત વિદ્યાર્થીઓએ હાજર રહીને પોલીસની કામગીરી અંગે માહિતી મેળવી હતી.


