ગીર સોમનાથ જિલ્લામા ભાલકા તીર્થ ખાતે ૨ સપ્ટેમ્બર શુકવારે ભારત સરકારના કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, કન્ઝ્યૂમર અફેર્સ, ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રિબ્યૂશન એન્ડ ટેક્સટાઈલ મંત્રી શ્રી પિયૂષભાઈ ગોયલની પ્રેરક ઉપસ્થિતિમા મંત્રીશ્રીએ વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.
લોકહીત માટે સરકાર નવી નવી યોજનાઓ અમલમા મુકે છે. લોકો પગભર થાય તેમજ લોકોના જીવન ધોરણમા સુધારો આવે અને વધુ લોકો સરકારની યોજનાનો લાભ લઈને આત્મનિર્ભર બને અને છેવાડાના માનવીનો વિકાસ થાય તે માટે સરકાર કટિબધ્ધ છે
આ તકે વેરાવળના નરેન્દ્ર અમૃતલાલ વાઘેલા જણાવ્યુ હતુ કે, મને NULM યોજના અંતર્ગત સ્વરોજગાર માટેની લોન મળી હતી પહેલા કોઈ કામ ધંધો ન હતો પછી મને વેરાવળ નગરપાલીકામાથી સ્વરોજગાર માટેની લોનની માહીતી મળી હતી તે મુજબ તમામ ડોક્યુમેન્ટ એકઠા કરીને લોન માટે અરજી કરી હતી અને મને કોઈ પણ મુશ્કેલી વિના લોન મળી છે અને ઝેરોક્ષ મશીન ખરીદીને મે ઝેરોક્ષના વ્યવસાયની શરૂઆત કરી અત્યારે હાલ હુ ઝેરોક્ષ સેન્ટરની સાથે ઝેરોક્ષ સેલ્સ &સર્વિસનો પણ વ્યવસાય કરુ છુ.અત્યારે હુ પગભર છુ.મને કોઈ આર્થિક મુશ્કેલી પડતી નથી આ યોજનાનો લાભ મળવાથી હુ સરકારશ્રીનો ખુબ ખુબ આભાર માનુ છુ.

