Gujarat

૨૪ માર્ચ વિશ્વ ટીબી દિન નિમિત્તે ક્ષય વિભાગના કરારબદ્ધ કર્મચારીઓ નો સકારાત્મક અસંતોષ અને પ્રદર્શન.

આજે ૨૪ માર્ચ વિશ્વ ટીબી દિન નિમિત્તે સમગ્ર ગુજરાત રાજ્ય સહિત ભારતભરમાં  વિશ્વ ટીબી દિન ની ઉજવણી કાર્યક્રમ યોજાશે,  તો છેલ્લા ૨૫  વર્ષ થી નાબૂદી માટે  નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવી રહેલા  ક્ષય વિભાગના કરારબદ્ધ કર્મચારીઓ પોતાના કાર્ય ક્ષેત્ર વિસ્તારોમાં આ વર્ષે અનોખી રીતે એટલે કે ગુજરાત રાજ્ય આરએનટીસીપી કરારબદ્ધ કર્મચારી સંઘના બેનર હેઠળ  સકારાત્મક રીતે ટીબી વિરુદ્ધ ની લડત સહ કોન્ટ્રાક્ટ પધ્ધતિ વિરુદ્ધ ની લડત નો સંદેશ સાથે  વિશ્વ ટીબી દિન ની ઉજવણી કરશે.
 ગુજરાત રાજ્ય આરએનટીસીપી કરારબદ્ધ કર્મચારી સંઘના પ્રમુખ ના જણાવ્યા મુજબ ક્ષય વિરુદ્ધ ની લડતમાં ગુજરાત રાજ્ય ને મોડેલ રાજ્ય ની હરોળમાં સ્થાન અપાવનાર ગુજરાત રાજ્ય આરએનટીસીપી કરારબદ્ધ કર્મચારી સંઘના કર્મચારીઓ ૧૯૯૭ થી કરાર પધ્ધતિ હેઠળ સરકાર નાં પોલિસી મેકરની નીતિઓ થી અસંતુષ્ટ અને પીડિત અવસ્થામાં પણ સતત કાર્યરત છે ત્યારે વિશ્વ ટીબી દિન નાં દિવસે ટીબી વિરુદ્ધ નાં જનજાગૃતિ કાર્યક્રમો સહ સંઘના બેનર હેઠળ પોતાની પડતર માંગણીઓ જેવી કે પ્રવર્તમાન મોંઘવારી નાં પ્રમાણમાં પગાર વધારો , ટીબીએચવી ના પેટ્રોલ એલાઉનસ,સેવા મુક્તિ સમયે કમ્પેનસેશન, વર્ષો ની સેવાકીય જરુરીયાત ને ધ્યાનમાં લઈને કાયમી કરવા,વિમો,ઇપીએફ,કોવીડ-૧૯ માં મ્રુત્યુ પામેલા કરારબદ્ધ કર્મચારીઓ ના કેસમાં આર્થિક સહાયતા, અને ટીબી મુક્ત ગુજરાત અને ટીબી મુક્ત ભારત ની કામગીરી સઘન બનાવવા એસટીએલએસ ની જગ્યાઓમાં વધારો કરવા વગેરે બાબતો અંગે શાંતિપૂર્ણ રીતે જનહિત નાં કાર્યો સહ સકારાત્મક અસંતોષ પ્રદર્શન કરશે, અને દરેક જીલ્લા મથકે માનનીય જીલ્લા કલેકટર શ્રી ને આવેદનપત્ર પાઠવી સંવેદનશીલ સરકાર શ્રી નું ધ્યાન દોરવા નો પ્રયત્ન કરશે અને જો ઉપરોક્ત તમામ માગણીઓ સંદર્ભે સકારાત્મક વલણ નહીં અપનાવવામાં આવે તો તારીખ ૨૮ માર્ચ થી જાહેર હિત સાથે આક્રમક કાર્ય રીતી અનુસરવા નાં સંકેત આપેલ છે, જે દરમિયાન પણ દર્દીઓ અને તેમને લગતી સેવાઓ નો સંપુર્ણ ખ્યાલ રાખવામાં આવશે ની ખાત્રી પણ આપવામાં આવી હતી તેમ છોટાઉદેપુર જિલ્લાના આર એન ટીસીપી કરારબદ્ધ કર્મચારી સંઘના પ્રમુખ એમઆઈ સોની એ જણાવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *