છોટા ઉદેયપુર
થાનગઢ પોલીસ મથકમાં ચાર વર્ષ પહેલાં તા. ૧૩/૫/૨૦૧૮ના રોજ ગેરકાયદેસર હથિયાર સાથે લૂટ, ખૂનની કોશિષ કરવાનો ગુનો નોંધાયો હતો, જેમાં બે જણા સામે ગુનો નોંધાયો હતો, જેમાં તપાસ દરમિયાન વધુ નામ ખુલતા છોટા ઉદેપુર જીલ્લાના આંત્રોલીના રહીશ ખુંદા પીપળા ફળિયામાં રહેતા શંકરભાઈ મોહનભાઈ રાઠવાની નામ ખૂલ્યું હતું, અને તે થાનગઢ પોલીસના હાથમાં આવતો ન હતો. ત્યારે છોટા ઉદેપુર જીલ્લા પેરોલ ફર્લો સ્કવોર્ડનો સ્ટાફ પાવી જેતપુરના મહોરમના તહેવાર ને લઇને બંદોબસ્તમાં હતો ત્યારે બાતમી મળતા તેઓએ રેલવે ગરનાળા પાસે વોચ ગોઠવી હતી અને બાતમી મુજબ શંકરભાઈ રાઠવા ત્યાં આવતા જ તેણે ઝડપી પાડવામાં આવ્યો હતો.છોટા ઉદેપુર જીલ્લા પેરોલ ફર્લો સ્કવોર્ડે થાનગઢ પોલીસ મથકમાં નોંધાયેલ ગુનાના આરોપી શંકરભાઈ મોહનભાઈ રાઠવાને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.


