Gujarat

૮૦ જામજોધપુર વિધાનસભા બેઠકના નામાંકન પત્રો તા.૧૪/૧૧/૨૦૨૨ સુધી સવારે ૧૧:૦૦થી બપોરના ૦૩:૦૦ કલાક સુધી ભરી શકાશે

ચૂંટણી અધિકારીશ્રી ૮૦ જામજોધપુર વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારીશ્રી લાલપુર દ્વારા જામજોધપુર વિધાનસભા મતદાર વિભાગ માટે ચૂંટણી નોટિસ જાહેર કરવામાં આવેલ છે. જે મુજબ ચૂંટણી અધિકારીશ્રી ૮૦ જામજોધપુર વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારીશ્રી લાલપુર, પ્રાંત અધિકારીની કચેરી કોર્ટ બિલ્ડિંગ પાસે લાલપુર અથવા મદદનીશ ચૂંટણી અધિકારી અને લાલપુર મામલતદારને મામલતદાર કચેરી કોર્ટ બિલ્ડિંગ પાસે લાલપુર ખાતે મોડામાં મોડું તા.૧૪/૧૧/૨૦૨૨ સુધી (જાહેર રજા સિવાય) સવારના ૧૧:૦૦થી બપોરના ૦૩:૦૦ વાગ્યા સુધીમાં ઉમેદવાર પત્ર મેળવી શકાશે તેમજ રજુ કરી શકાશે.

ઉમેદવારી પત્રોની ચકાસણી તા.૧૫/૧૧/૨૦૨૨ના રોજ સવારના ૧૧.૦૦ વાગ્યાથી ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીની કચેરી, લાલપુર ખાતે હાથ ધરવામાં આવશે તેમજ તા.૧૭/૧૧/૨૦૨૨ના બપોરના ૩:૦૦ કલાક પહેલા ઉમેદવારી પરત ખેંચવાની નોટિસ ઉપરોક્ત કોઈપણ અધિકારી સમક્ષ રજૂ કરી શકાશે. મતદાન કરવાનું થશે તો તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ સવારે ૮:૦૦થી સાંજના ૦૫.૦૦ વાગ્યા વચ્ચે થશે તેમ ચૂંટણી અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *