Gujarat

અંકલેશ્વર એન્વાયરમેન્ટ પ્રિઝર્વેશન સોસાયટી સંચાલિત સજ્જન ઇન્સ્ટિટ્યૂટ  ઓફ સાયન્સ કોલેજની નવી બિલ્ડીંગનો પ્રારંભ 

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિના હસ્તે કરવામાં આવ્યું ઉદ્ધાટન
અંકલેશ્વરની સજ્જન ઇન્ડિયા, કે પટેલ કેમો ફાર્મા, ઘરડા કેમિકલ ,શુભ શ્રી ગ્રુપ, કેમક્રક્ષ કંપનીનો સિંહ ફાળો
અંકલેશ્વર એ.આઈ.એ સંકુલ ખાતે નવ નિર્મિત સજ્જન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બિલ્ડીંગનું લોકાર્પણ કરાયું હતું. પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ ચલાવતી કોલેજના નવું  બિલ્ડીંગ વિવિધ ઉદ્યોગગૃહોના અનુદાન થી તૈયાર કરાઈ હતી. અંકલેશ્વર એન્વાયરમેન્ટ પ્રિઝર્વેશન સોસાયટી સંચાલિત સજ્જન ઇન્સ્ટિટ્યૂટ  ઓફ સાયન્સની  નવી બિલ્ડીંગનો પ્રારંભ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિના હસ્તે કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર એન્વાયરમેન્ટ પ્રિઝર્વેશન સોસાયટી (એ.ઈ.પી.એસ.) દ્વારા એ.આઈ.એ. કોમ્પલેક્ષ સ્થિત બેઇલ સેમિનાર હોલ ખાતે સજ્જન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સની નવી બિલ્ડીંગનો ઉદ્ઘાટન સમારોહ આજરોજ યોજાયો હતો. જેમાં વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ કિશોરસિંહ ચાવડાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ. અંકલેશ્વર ની સજ્જન ઇન્ડિયા, કે પટેલ કેમો ફાર્મા, ઘરડા કેમિકલ ,શુભ શ્રી ગ્રુપ, કેમક્રક્ષ કંપની સહીત વિવિધ કંપનીના સહયોગ થી કોલેજ ખાતે વિવિધ સુવિધા ઉભી કરવામાં આવી છે. આ લોકાર્પણ કાર્યક્રમમાં એ.આઈ.એ.ના પ્રમુખ જશુ ચૌધરી, સજ્જન ઇન્ડિયા કંપનીના અનંથ નારાયણન, એ.ઈ.પી.એસ. ચેરમેન અતુલ બુચ, ઓનરરી સેક્રેટરી દિનેશ પટેલ, ઉદ્યોગ અગ્રણી અને AEPSના ફાઉન્ડર ટ્રસ્ટી એન. કે. નાવડિયા , કમલેશ ઉદાણી, બેઇલ અને યુપીએલ  યુનિવર્સીટીના અશોક પંજવાણી, લઘુ ઉદ્યોગ ભારતીના બળદેવ પ્રજાપતિ સહિત અગ્રણી, આમંત્રિતો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સાયન્સ ગ્રેજ્યુએશન બાદ પોસ્ટ ગ્રેજ્યુએશનના સંલગ્ન  MSc Organic Chemistry કોર્ષના અભ્યાસ  માટે એ.ઈ.પી.એસ સંસ્થા દ્વારા ઉભી કરવામાં આવેલ કોલેજ વર્ષ 2018 થી  કાર્યરત છે. પ્રારંભમાં 40 બેઠક બાદ , હાલ 140 બેઠક સાથે ઇવનિંગમાં 38 બેઠકનો અભ્યાસ કરાવતી ભરૂચ જિલ્લાની સૌથી વધુ સવલત ધરાવતી આ કોલેજનું પોતાનું બિલ્ડિગ દાતાની મદદ થી તૈયાર થતા લોકાર્પણ આજરોજ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દાતાઓનું પણ વિશેષ સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. અહીં નોંધવું રહ્યું કે AEPS વર્ષ 1998 થી PDIS અને PDIET & M  કોર્ષ ચલાવે છે. અને તેમાંથી અભ્યાસ કરી સેંકડો સેફટી અને એન્વાયરમેન્ટ ઓફિસરો હાલ રોજગારી મેળવી રહ્યા છે. વધુમાં PhD  ના રિસર્ચ અને Atal incubation centre નો પણ ટૂંક સમયમાં અહીં પ્રારંભ કરાશે. જેથી જિલ્લાના વિદ્યાર્થીઓને જેનો બહોળો લાભ થશે અને ઉદ્યોગોને પણ ટેક્નિકલી સ્કિલ  એમપ્લોઈ મળી રહેશે.

facebook_1662466328083_6972889169747114259.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *