Gujarat

દેશભરમાં ભારત સરકાર દ્વારા ભારતમાલા યોજના અંતર્ગત  નવો હાઇવે બનાવવામાં આવી રહ્યા છે જેને લઇને જમીન સંપાદન કામગીરી ચાલી રહી છે ત્યારે   છોટા ઉદેપુર જીલ્લામાં કેવડી થી નસવાડી સુધી માં 69 જેટલાં ગામોમાં હાઈવે માટે જામીન  સંપાદન કરવાનો ગેજેટ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે .જેમાં વાંધા અરજીઓ રજૂ કરવાનો સમય હોય  આદિવાસીઓએ વિરોધ દર્શાવી વાંધા અરજીઓ આપી છે, અનેછોટા ઉદેપુર જિલ્લામાં આ ભારતમાલા યોજના અંતગર્ત  જમીન સંપાદન  થવી જ  ના જોઈએ તેવી માંગ કરાઇ છે.

 છોટા ઉદેપુર જીલ્લામાં ભારતમાલા યોજના અંતર્ગત જીલ્લાના 69 ગામના ખેડૂતોની જમીન આ યોજના અંતર્ગત સંપાદન કરવા માટેનું ગેજેટ બહાર પાડવામાં આવ્યું છે. જેના વિરોધમાં  છોટા ઉદેપુર જીલ્લાના આદિવાસી અસરગ્રસ્તોએ આજે રેલી કાઢીને વિરોધ નોંધાવ્યો હતો, અને આ ભારતમાલા પ્રોજેક્ટ રદ કરવા માટે પ્રાંત અધિકારીને વાંધા રજૂ કર્યા છે.
     સાથે સાથે છોટા ઉદેપુર જીલ્લો એ આદિવાસી જીલ્લો છે, અને આદિવાસીઓ જળ, જંગલ અને જમીનના મૂળ માલીક હોવાના નાતે તેઓને બંધારણની સૂચિ ૫ અને પેસા એકટ  લાગુ કરવાની માંગ પણ કરવામાં આવી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20220906_181529.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *