Gujarat

અમદાવાદમાં સાસરિયાઓના ત્રાસથી યુવકે આત્મહત્યા કરી

અમદાવાદ
અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલા ઓમ શાંતિ નગરમાં રહેતા વિપનકુમાર શર્માએ પોતાના ઘરે ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો અચાનક તબિયત લફડતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત થયું હોવાનું જાણ થઈ હતી.આ અંગેની જાણ તેમના પિતાને દિલ્હીમાં હતા ત્યાં થઈ હતી.ત્યાંથી તેઓ તાત્કાલિક અમદાવાદ આવી ગયા હતા તેમણે દીકરા વિપનના પોસ્ટમોર્ટમબાદ તેમની લાશને દિલ્હી લઈ ગયા હતા. જ્યાં તેમનો અંતિમ સંસ્કાર કર્યો હતો. થોડા સમય બાદ તેમને જાણ થઈ કે તેમના દીકરા વિપનને તેના સસરા, સાસુ, પત્ની, સાળો તેમજ સાસરી પક્ષના લોકો પરેશાન કરતા હતા. જે ઘટના બાદ તેમણે તપાસ કરી તો જાણવા મળ્યું કે વિપનનો સાળો તેમના ઘરે જ રહેવા આવી ગયો હતો. અમદાવાદમાં મકાન લેવાનું હોવાથી સાસુ સસરા તેમજ અન્ય લોકો રૂપિયા માટે દબાણ કરતા હતા. વિપન તેમને રૂપિયા આપી શકે તેવી પરિસ્થિતિમાં નહતો. જેના કારણે સતત દબાણમાં રહેતો હતો. વિપન ઘરે હતો ત્યારે તેની પત્ની અને સાસુ સસરાએ ઝઘડો કર્યો હતો. જેના કારણે તે અંદરના રૂમમાં જઈને અનાજમાં નાખવાની દવા ખાઈ ગયો હતો. જેના કારણે તેની તબિયત લથડી હતી અને તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યાં તેનું મોત નિપજ્યું હતું. સમગ્ર બનાવ અંગે નારોલ પોલીસે હાલ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.અમદાવાદમાં સાસરિયાઓના ત્રાસની ઘટનાઓ વધુ પ્રકાશમાં આવતી હોય છે. પરંતુ એવી કેટલીય ઘટનાઓ હોય છે જેમાં જમાઈ ભોગ બનતો હોય છે. શહેરમાં રહેતા જમાઈને સાસરિયાઓએ મકાન લેવા માટે દબાણ કરતાં જમાઈએ ઝેરી દવા પીને આપઘાત કર્યાનો બનાવ સામે આવ્યો છે. સસરા અને સાસરિયાઓએ મકાન લેવા માટે જમાઈ પાસે રૂપિયાની માગણી કરતા હતા.રોજ રોજ વધી રહેલા માનસિક ત્રાસના કારણે જમાઈએ આત્મહત્યા કરી લેતાં નારોલ પોલીસે દુષ્પેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

File-02-Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *