Gujarat

અમદાવાદમાં સોલર પેનલનો ઓર્ડર લઈ સુરતના દંપતીએ ૭૩ લાખની છેતરપિંડી કરી

અમદાવાદ
વાસણામાં રહેતા યુવકને સોલર પેનલનું કામ મળતા તેણે સોલર પેનલની ખરીદી કરવા માટે સુરતના દંપતિનો સંપર્ક કર્યો હતો. જાે કે આ દંપતિએ યુવકને સોલર પેનલ આપવાનો વિશ્વાસ આપીને એડવાન્સ પેટે રૂ.૭૩.૬૨ લાખ પડાવી સોલર પેનલ કે પૈસા પાછા ન આપી વિશ્વાસઘાત અને ઠગાઈ આચરી હતી. યુવકે વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનોનોંધી વધુ તપાસ હાથધરી છે. વાસણામાં રહેતા અને ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ તથા સ્ટ્રિટ લાઈટિંગ તેમ જ બધા પ્રકારની લાઈટ પેનલ અને સોલર પેનલ સિસ્ટમનો વેપાર કરતા દીંગત શાહને સોલર પેનલ લગાવવાનો ઓર્ડર મળ્યો હતો. જેથી તેમણે સુરત ખાતેની સિદ્ધિ વિનાયક સોલર નામની પેઢીના માલિક ઈલેશ શાહ અને તેમની પત્ની જીનલનો સંપર્ક કરીને સોલર પેનલ ખરીદવા માટેની વાત કરી હતી. જેથી ૩૦૦ સોલર પેનલ આપવાનું કહીને એડવાન્સ પેટે રૂ.૫ લાખ પછી અલગ અલગ રીતે કુલ રૂ.૭૩.૬૨ લાખ મેળવી લીધા હતા.

File-01-Page-21.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *