Gujarat

અમરેલીના બાબરા એપીએમસીમાં ૧ દિવસમાં ૩૦ હજાર મણ કપાસની આવક

અમરેલી
બાબરા માર્કેટિંગ યાર્ડમાં ૨૬ મી જાન્યુઆરીની રજા બાદ આજે શરૂ થતા મોટી ખેડૂતોના વાહનોની લાઈનો લાગી હતી. યાર્ડમાં એક દિવસની રજા અને આવતા દિવસોમાં લગ્નની સીઝન આવતી હોય મોટી સંખ્યામાં ખેડૂતો કપાસ વેંચવા માટે અહીં પહોંચ્યા હતા. યાર્ડની બહાર વાહનોની લાંબી કતારો લાગતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અમરેલી જિલ્લામાં બાબરામાં આજે કપાસના સૌથી વધુ ભાવ મળ્યા હતા. ખેડૂતોને આજે ૧૬૮૦ થી ૨૦૦૦ સુધીના ભાવ મળ્યા હતા. યાર્ડમાં આજે એક જ દિવસમાં ૩૦૦૦૦ મણ કપાસની આવક થઈ હતી. બાબરા માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી અજય પંડ્યા એ કહ્યું ગઈ કાલે ૨૬ મી જાન્યુઆરીની રજા હતી અને હાલમાં લગ્ન સિઝન ચાલતી હોવાને કારણે ખેડૂતો વધુ કપાસ લઈ આવી રહ્યા છે સાથે ભાવ પણ સારો મળે છે જેથી ખેડૂતોની આજે ભીડ જાેવા મળી છે.અમરેલીની બાબરા એપીએમસીમાં કપાસની બમ્પર આવક થતા યાર્ડ કપાસથી છલકાયું હતું. ખેડૂતોને ૧૬૮૦ થી ૨૦૦૦ સુધીનો ભાવ મળતા ખુશ જાેવા મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *