Gujarat

અમરેલીના રાજુલા એપીએમસીમાં સરકારે ચણાની ખરીદી શરૂ કરી

અમરેલી
અમરેલી જિલ્લામાં આ વર્ષે ચણાનું ખેડૂતોએ બમ્પર વાવેતર કર્યું છે. અમરેલી જિલ્લાના ખેડૂતો દર વર્ષે ઘઉં, કપાસના વાવેતર વધુ કરતા હોય છે. પરંતુ આ વર્ષે અમરેલી જિલ્લાના ખેડૂતોએ ચણાનુ વાવેતર વધુ કર્યું છે, ત્યારે આવનારા દિવસોમાં અમરેલી જિલ્લાના દરેક માર્કેટયાર્ડમાં ચણા વધારે જાેવા મળશે. અમરેલી જિલ્લાના ખેડૂતો દર વર્ષે ખેતીની પેટન્ટ બદલાવે છે. જ્યારે અમરેલી જિલ્લાના ખેડૂતોએ ચણાનો પુષ્કળ પ્રમાણમાં વાવેતર કર્યું છે અને આવનારા દિવસોમાં સરકાર દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી કરવાના છે. ત્યારે ખેડૂતોને ટેકાના ભાવ ખૂબ જ સારા મળશે તેવી ખેડૂતોમાં આશા બંધાઈ છે.અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા માર્કેટીંગ યાર્ડ ખાતે સરકાર દ્વારા ચણાની ખરીદીનો આરંભ કરાયો છે. જેમા રાજુલા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ અને શહેર અને તાલુકા કિસાન મોરચા ભાજપ સંગઠન હોદેદારો અને ખેડૂતોના હસ્તે શ્રીફળ વઘેરીને ચણાની ખરીદી શરૂ કરવામા આવી હતી, અને ખરીદી શરૂ થતાં ખેડૂતોમાં પણ હર્ષની લાગણી જાેવા મળી હતી. રાજુલા તાલુકા સંઘના પ્રમુખ જીજ્ઞેશભાઈ પટેલ,ઉપપ્રમુખ ભૂપેન્દ્રભાઈ વરુ, માર્કેટ યાર્ડ ડાયરેકટર રમેશભાઈ વસોયા,સહિત ડાયરેક્ટરો ખેડૂતો હોદેદારો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા અને ખરીદી આવકારી શરૂ કરાઇ હતી. ખેડૂતોની હાજરીમાં ચણાની ખરીદી શરૂ કરવામાં આવી હતી. આજના શિવરાત્રીના શુભ દિવસે ગુજરાત સરકાર દ્વારા ચણાની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવતા ખેડૂતોમાં પણ ખુશી જાેવા મળી હતી.

Purchase-of-chickpeas-started-at-support-price.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *