Gujarat

છોટાઉદેપુર જિલ્લાના દિવ્યાંગજનો  માટે સાધન સહાય માટેનો એસેસમેન્ટ કેમ્પ યોજાશે  તા. ૦૧/૦૮/૨૦૨૨ થી  તા. ૦૬/૦૮/૨૦૨૨ દરમિયાન યોજાશે એસેસમેન્ટ કેમ્પ 

સામાજીક ન્યાય અને અધિકારિતા મંત્રાલય હસ્તકના દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગની એ.ડી.આઇ.પી સ્કીમ હેઠળ જિલ્લા વહીવટીતંત્ર, છોટાઉદેપુર અને એલીમ્કોના સંયુકત ઉપક્રમે છોટાઉદેપુર જિલ્લાના દિવ્યાંગ વ્યકતિઓ માટેની સાધન સહાય માટેનો એસેસમેન્ટ કેમ્પ તા. ૦૧/૦૮/૨૦૨૨ થી તા. ૦૬/૦૮/૨૦૨૨ દરમિયાન યોજાશે.
છોટાઉદેપુર જિલ્લાના દિવ્યાંગ વ્યક્તિઓ માટેના સાધનો જેવા કે મોટરાઇઝ ટ્રાઇસીકલ, કેલીપર, વ્હીલ ચેર, ટ્રાયસીકલ, બગલ ઘોડી, એમ.આર.કીટ, સી.પી.ચેર, સ્માર્ટ ફોન, બ્રેઇલ સ્ટીક, બ્રેઇલ કીટ, કાનના મશીન, કૃત્રિમ હાથ પગ વિગેરે સાધનો વિતરણ કરવા માટે એસેસમેન્ટ કેમ્પનું આયોજન તા. ૦૧/૦૮/૨૦૨૨ થી તા. ૦૬/૦૮/૨૦૨૨ સુધી સવારના ૧૦:૦૦ થી સાંજના ૦૫:૦૦ કલાક સુધી યોજવામાં આવશે.
જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી સુશ્રી. ભાર્ગવી નિનામા તરફથી મળેલી માહિતી અનુસાર તા. ૦૧/૦૮/૨૦૨૨ના રોજ તાલુકા સેવાસદન, સંખેડા ખાતે, તા. ૦૨/૦૮/૨૦૨૨ના રોજ કોમ્યુનિટી હોલ, સરકારી દવાખાનાની બાજુમાં, કવાંટ ખાતે, તા. ૦૩/૦૮/૨૦૨૨ના રોજ સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, છોટાઉદેપુર ખાતે, તા. ૦૪/૦૮/૨૦૨૨ના રોજ તાલુકા સેવા સદન બોડેલી ખાતે, તા. ૦૫/૦૮/૨૦૨૨ના રોજ તાલુકા સેવાસદન, જેતપુર પાવી ખાતે અને તા. ૦૬/૦૮/૨૦૨૨ના રોજ તાલુકા સેવાસદન, નસવાડી ખાતે અસેસમેન્ટ કેમ્પ યોજાશે.
આ અસેસમેન્ટ કેમ્પમાં ભાગ લેવા માંગતા દિવ્યાંગજનોએ સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલ ચાલીસ ટકા કે તેથી વધુની દિવ્યાંગતાનું પ્રમાણપત્ર, તલાટી, મામલતદાર, ધારાસભ્ય, સાંસદસભ્ય અથવા સરપંચ દ્વારા વાર્ષિક રૂા. ૧,૮૦,૦૦૦થી ઓછી આવક ધરાવતા હોવા અંગેનો આવકનો  દાખલો, આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ(જો આધારકાર્ડ ન હોય તો તેમના વાલીનું આધારકાર્ડ સાથે લાવવાનું રહેશે) જેમાં રહેઠાણનું સરનામું લખ્યું હોય તેવા રહેઠાણનો પુરાવો અને પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે લાવવાના રહેશે. અગાઉ કોમન સર્વિસ સેન્ટર દ્વારા જે દિવ્યાંગ ભાઇ બહેનોએ રજીસ્ટ્રેશન કરાવેલ હોય તેઓએ પણ એસેસમેન્ટ કેમ્પમાં આવવાનું રહેશે એમ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ભાર્ગવી નિનામા તરફથી જણાવાયું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *