Gujarat

અમરેલી જિલ્લાના ડેરીપીપરીયા ગામે ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’નું ભવ્ય સ્વાગત

 “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત “વંદે ગુજરાત વિકાસ યાત્રા”નો “વિકાસરથ” બગસરાના ડેરી પીપરીયા મુકામે પહોંચ્યો હતોજ્યાં ગ્રામજનોએ “વિકાસરથ”નું ભવ્ય સ્વાગત કરી રથને આવકાર્યો હતો. ડેરી પીપરીયા મુકામે લાઠી જિલ્લા આંકડા અધિકારી  ડી.એસ.વસાવાની અધ્યક્ષતામાં “૨૦ વર્ષ વિશ્વાસના૨૦ વર્ષ વિકાસના” અંતર્ગત ભવ્ય કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે રાજ્યમાં છેલ્લા ૨૦ વર્ષમાં રાજ્યભરમાં થયેલા વિકાસકાર્યો વિશેની વિગતો દર્શાવતી ફિલ્મનું  નિદર્શન કરવામાં આવ્યું હતું.  આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત આરોગ્ય ચકાસણી કેમ્પ અને વેક્સીનેશન કેમ્પમાં ગ્રામજનોને વેક્સીનનાં ડોઝ આપવામાં આવ્યા હતા.

          કાર્યક્રમના અધ્યક્ષ આંકડા અધિકારીશ્રી ડી.એસ. વસાવાએ સરકારની કલ્યાણકારી યોજનાઓ અને તેના દ્વારા છેલ્લા ૨૦ વર્ષમાં આવેલા પરિવર્તન અંગે માહિતી આપી હતી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કેઆ કાર્યક્રમ થકી જિલ્લાના છેવાડાના વિસ્તાર સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓ અંગે જનજાગૃત્તિ પ્રસરાઈ રહી છે.

           કાર્યક્રમમાં ઉપસ્થિત આરોગ્ય અધિકારીશ્રી ડૉ.જાટે સરકારની આરોગ્ય ક્ષેત્રની કામગીરી વિશે માહિતી આપી હતી. તેમણે ખાસ કરીને પ્રધાનમંત્રી જન આરોગ્ય પીએમજેએવાય યોજના અને આયુષ્યમાન કાર્ડ વિશે માહિતી હતી. તેમણે કહ્યુ કેવાર્ષિક રૂ.૪ લાખથી ઓછી આવક ધરાવતા પરિવારો આ કાર્ડનો લાભ મેળવી અને આકસ્મિક આરોગ્ય ખર્ચને પહોંચી વળે છે. સરકાર આ કાર્ડ ધારકોને નિ:શુલ્ક સારવાર સહિતનાં અનેક લાભ આપે છે. આ ઉપરાંત તેઓશ્રીએ નિરામય ગુજરાત અભિયાન અંગે પણ વિસ્તૃત માહિતી આપી હતી.

           “વંદે ગુજરાત વિકાસ યાત્રા” અન્વયે ડેરી પીપરીયા ગામે ૧૫માં નાણાપંચ તળે કુલ રૂ.૧૧,૫૫,૨૧૬થી વધુના પૂર્ણ થયેલ વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમહૂર્ત કરવામાં આવ્યું હતુંજ્યારે અંદાજિત રુ.૬ લાખ રૂપિયાના કામોની જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે ખારી ગામ અને ડેરી પીપરીયાના દોઢ-દોઢ લાખના કામોનું ખાતમહૂર્ત-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

          કાર્યક્રમમાં બગસરાના મામલતદાર  વી.એસ.જીડતાલુકા વિકાસ અધિકારી   એસ.પી.બોદરતાલુકા આરોગ્ય અધિકારી  બલદાણીયા,  પી.જી.વી.સી.એલના  મહિડાસરપંચ  પ્રદિપભાઈ ભાખરતેમજ ગ્રામ અને તાલુકાપંચાયતનાઅધિકારી  ઓ અને પદાધિકારી  ઓ ઉપસ્થિત રહ્યા હતા.

DERIPIPARIYA-VANDE-GUJARAT-VRUKSHA-ROPAN.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *