અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબની સુચના અને માર્ગદર્શન મુજબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.ભંડારી સાહેબના માર્ગદર્શન મુજબ નાસતા ફરતા આરોપીઓની માહિતી મેળવી પકડી પાડી તેમના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી એ.એસ. અસારી તથા અમરેલી સીટી પો.સ્ટે.ની સર્વેલન્સ ટીમ દ્વારા અમરેલી સીટી પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૩૨૨૦૬૮૦/૨૦૨૨, IPC કલમ-૩૬૩,૩૬૬,૩૫૪(૫) તથા પોક્સો એક્ટ કલમ-૧૨,૧૮ મુજબના ગુન્હાના કામના આરોપી તથા ભોગ બનનારને હ્યુમન સોર્સીસ તથા ચોક્કસ બાતમી આધારે મોટા વિસાવદર ખાતેથી પકડી પાડી અમરેલી સીટી પો.સ્ટે. ખાતે લાવી આરોપી વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપી
અમરભાઇ વિઠ્ઠલભાઇ કાલેણા ઉ.વ.૨૩ ધંધો.રીક્ષા ડ્રાઇવિંગ રહે અમરેલી બહારપરા સાજીસવાઇ મંદિર પાસે તા.જી.અમરેલી
આમ પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબની સુચના અને માર્ગદર્શન મુજબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.ભંડારી સાહેબના માર્ગદર્શન મુજબ અમરેલી સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી એ.એસ.અસારી તથા અમરેલી સીટી પો.સ્ટે.ની સર્વેલન્સ ટીમ દ્વારા આ કામગીરી કરવામાં આવેલ છે.
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી


