Gujarat

આંકલાવમાં જમીનના કબજા માટે તમાકુનો ઉભો પાક વાઢી નાંખ્યો

આણંદ
આંકલાવ તાલુકાના મોટી સંખ્યાડ ગામે રહેતા શાંતાબહેન પસાભાઈ સોલંકીએ ૧૯૯૦ની સાલમાં ગામના હિંમતભાઈ નાથાભાઈ સોલંકી પાસેથી વેચાણ દસ્તાવેજથી ખરીદી હતી અને જમીનના માલીક બન્યાં હતાં. જાેકે, શાંતાબહેનના પતિના અવસાન બાદ હિંમતભાઈના બે પુત્ર લાલજી તથા નિલેશએ તેમના મળતીયાઓ દ્વારા બીજાને વેચાણ કરી દેવાની પેરવી શરૂ કરી હતી અને જમીનનો કબજાે લેવા માટે પ્રયત્ન કર્યો કર્યો હતો. આથી, શાંતાબહેને આ બાબતે આંકલાવ કોર્ટમાં દાવો દાખલ કરતાં કોર્ટે તેમની તરફેણમાં હુકમ કર્યો હતો. હાલમાં તેઓએ ખેતરમાં તમાકુનુ વાવેતર કર્યું હતું. આ દરમિયાનમાં ૨૫મી ફેબ્રુઆરી,૨૨ના રોજ શાંતાબહેન તથા તેમનો દિકરો સુરેશ, અશોક તમાકુવાળા ખેતરમાં ગયાં હતાં. આ સમયે લાલજી હિંમત સોલંકી, નિલેશ તથા લાલજીભાઈના પત્ની રંજનબહેન તેમની નજીકમાં રહેતા નિલેશ રાજુ સોલંકી તેમના ખેતરમાંથી તમાકુ કાપતા હતાં. આથી, શાંતાબહેને વિરોધ કરતાં તેઓ ઉશ્કેરાઇ ગયા હતા અને અહી આવશો તો કોઇને જીવતા જવા દઇશું નહીં. તેમ કહી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આમ, લાલજીના પરિવારે ખેતરમાં કરેલી તમાકુ કાપી નાંખી નુકશાન કર્યું હતું અને ધમકી આપી હતી. આ અંગે નિલેશ રાજુ સોલંકી, રંજન લાલજી સોલંકી, નિલેશ લાલજી સોલંકી, લાલજી હિંમત સોલંકી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આંકલાવ તાલુકાના મોટી સંખ્યાડ ગામે રહેતા વિધવાએ ત્રીસ વર્ષ પહેલા ખરીદેલી જમીનની માલિકીની હક્કને લઇ હજુ સુધી વિવાદ ચાલી રહ્યો છે. આ અંગે જૂના માલિકોએ દાવો કરી તમાકુનો ઉભો પાક વાઢી નાખતાં મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.

Anklav-Police-Station.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *