શહેરા તાલુકાના વાડી ગામ ખાતે સંત નિરંકારી મિશનના ઝોનલ ઇન્ચાર્જ સંતશ્રી ભૂપેન્દ્રભાઇ,દાહોદ ની અધ્યક્ષતામાં સત્સંગ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આસપાસના અનેક ગામોમાંથી સંતોએ પધારી સંતવાણીનો રસાસ્વાદ કરાવ્યો હતો.કાર્યક્રમની શરૂઆત સુમધુર ભક્તિ રચનાઓથી થઇ હતી.શ્રી વિનોદભાઇ માછીએ પોતાના પ્રવચનમાં કહ્યું હતું કે શુભ કર્મો કરવાથી જ શુભકામનાઓ સાર્થક થાય છે.બાળકોને વારસામાં સારૂં શિક્ષણ અને સારા સંસ્કાર આપજો.વ્યસનોમાં યુવાધન બદબાદ થઇ રહ્યું છે તેમને ભક્તિમાર્ગમાં જોડવાની જરૂર છે.
પોતાના અધ્યક્ષીય પ્રવચનમાં મહા.ભૂપેન્દ્રભાઇએ કહ્યું હતું કે આજનો યુવાન એ દેશનું ભવિષ્ય છે, ભક્તિમાર્ગમાં યુવાનોને આગળ લાવો,નવયુવાનોનું જોશ અને વડીલોના હોંશથી પરીવર્તન શક્ય બનશે. ભક્તના જીવનમાં માન-સન્માન કે યશ કિર્તિની કોઇ લાલસા હોતી નથી.આજે તમામ વ્યક્તિઓ ૫રમાત્માની ચર્ચા તો કરે છે પરંતુ ૫રમાત્માને જાણ્યા વિના ભક્તિ કરી રહ્યા છે તે ૫રમાત્માને જાણીને પૂજા કરે તો ભક્તિનો આનંદ આવે છે.સેવા કાર્ય ફક્ત સેવા ભાવથી જ કરો.સેવા કાર્યમાં જ્યારે અહમ તથા કર્તાભાવ આવી જાય છે ત્યારે સુખ-આનંદ મળતાં નથી.પ્રેમ-નમ્રતા-સમદ્રષ્ટિ-સહનશીલતાને જીવનનો આધાર બનાવો.અંતમાં શ્રી ચંદ્રસિંહજીને વાડીના મુખી તરીકે નિયુક્તિ કરી દુપટ્ટો પહેરાવી સત્સંગ વધારવા જવાબદારી સુપ્રત કરી હતી.
પ્રેસનોટ આપનારઃ
વિનોદભાઇ માછી નિરંકારી
નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)


