Gujarat

નસવાડી ખાતે રેલવે પોલીસ  ટીમ ત્રાડકી ગેરકાયદેસર લારી ગલ્લા વાળાને ડભોઈ ખાતે લઇ જવાયા,

ડભોઈ તણખલા રેલવે લાઈન વર્ષોથી બંધ હાલતમાં પડી છે ત્યારે રેલવે વિભાગની લાખો ફુટ જગ્યા ખૂલ્લી પડી છે તેમાં લારી ગલ્લા કેબીનો વાળાએ ગેરકાયદેસર કબજો કરી લીધો છે જેણે લઇ રેલવે કર્મચારીઓ તેમજ પોલીસ વારંવાર નસવાડી ખાતે આવી લારી ગલ્લા કેબીન ધારકો ને પરેશાન કરે છે થોડાક દિવસો અગાઉ રેલવે ના અધિકારી સહીત ઉચ્ચ અધિકારીઓ આવી લારી કેબીન ની તોડફોડ કરી હતી ત્યારે બીજાજ દિવસે દબાણો યથાવત થઇ ગયા હતા તેમજ સ્થાનિક લારી ગલ્લા કેબીન ધારકો સાથે આર્થિક સમાધાન કરી તેમણે દેખાવ પૂરતી કામગીરી કરી જતા રહ્યા હતા ત્યારે આજરોજ વહેલી સવારે જ રેલવે પોલીસનો કાફલો jcb મશીન સાથે ત્રાડકયો હતો પરંતુ દેખાવ પૂરતી કામગીરી બતાવવા થોડાક લારી ગલ્લા વાળાને ડભોઈ ખાતે મેમો આપવા લઇ જવાતા લોકોમાં રોષ ભભુકી ઉઠ્યો છે ત્યારે સ્થાનિક આગેવાનોએ રેલવે ના અધિકારી ને પ્રશ્ન કર્યો હતો કે વારંવાર તમારી ટીમ આવી લારી ગલ્લા હટાવે છે બીજા દિવસે એજ દબાણો યથાવત થઇ જાય છે તેનું કારણ શું તો રેલવે પોલીસ અધિકારી જવાબ ન આપી શકતા લોકોમાં અધિકારી સામે ખાઈકીની બૂમ ઉઠવા પામી હતી હવે એ જોવુ રહ્યું કે કાયમી લારી ગલ્લા કેબીનો દૂર થાય છે કે પછી જૈસે થે વૈસે પરિસ્થિતિ નું નિર્માણ થાય છે,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20220406-122721_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *