Gujarat

આજવા રોડ પર પાંચ દિવસથી પાણીની લાઈન લીકેજ કોઈ કાર્યવાહી ન થતાં સ્થાનિકોનો આક્રોશ

વડોદરા
વડોદરામાં ઉનાળાની શરૂઆત થતાંની સાથે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીની સમસ્યાઓ શરૂ થઈ ગઈ છે. દિન પ્રતિદિન વિવિધ વિસ્તારોમાંથી પાણી માટે કોર્પોરેશન કચેરી અને વોર્ડ ઓફિસો ઉપર મોરચા આવી રહ્યા છે, ત્યારે બીજી બાજુ વિવિધ વિસ્તારોમાં પાણીની લીકેજની સમસ્યાના કારણે લાખો લિટર પાણી વહી રહ્યું છે, પરંતુ, તંત્ર દ્વારા લીકેજ થઈ રહેલા પાણીની સમસ્યા હલ કરવામાં કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. આજવા રોડ ઈબ્રાહિમની આઇટીઆઇ પાસે છેલ્લા પાંચ દિવસથી પાણીની લાઇન લીકેજ હોવાના કારણે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. છેલ્લા પાંચ દિવસ દરમિયાન લાખો લીટર પાણી વહી રહ્યું છે. તંત્રનું અનેક વખત ધ્યાન દોરવામાં છતાં તંત્ર દ્વારા પાણીનો પ્રશ્ન હલ કરવામાં આવતો નથી. પાણીના કારણે લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. સ્થાનિક લોકોમાં પણ આ બાબતે ભારે રોષ જાેવા મળ્યો છે. ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. લોકોને પાણીની તકલીફ પડી રહી છે. પરંતુ કોર્પોરેશન દ્વારા કોઈ ધ્યાન આપવામાં ન આવતા લોકોને પાણી વિના વલખાં મારવાનો વખત આવ્યો છે.વડોદરા શહેરના આજવા રોડ ઇબ્રાહિમ બાવાની આઈટીઆઈ પાસે છેલ્લા પાંચ દિવસથી પાણી લીકેજ હોવાના કારણે લાખો લીટર પાણી વહી રહ્યું હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા લીકેજ પાણીનો પ્રશ્ન હલ કરવામાં ન આવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે. કોર્પોરેશન દ્વારા એક તરફ પાણી આપવામાં અખાડા કરવામાં આવી રહ્યા છે અને બીજી બાજુ લીકેજ પાણી દ્વારા લાખો લીટર પાણીનો બગાડ થઇ રહ્યો છે.

No-action-has-been-taken-despite-the-water-line-leakage.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *