સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
આમ તો આજે ૨૧ મી ઓગસ્ટ એટલે વર્લ્ડ સીનિયર સિટીઝન દિવસ આમ તો આ જીવનનાં ચાર તબક્કાઓ જ ગણાય. બાળપણ, તરુણાવસ્થા, યુવા અવસ્થા અને વાર્ધક્ય.. આમ તો બળાપણ રમવા કૂદવાનો શ્રેષ્ઠ સમય જ્યારે તરુણાવસ્થા એટલે મુગ્ધાવસ્થા શમણાંં જોવાનો સમય અને અભ્યાસ કરીને પ્રગતિ કરવાનો સમય. યુવાવસ્થામાં એ શમણાંંને સાકાર કરવાની મથામણ.. અંતે જીવનનાં અનુભવનો નિચોડ એટલે વાર્ધક્ય! લડકપન લાડ મેં ખોયા, જવાની નીંદભર સોયા, બુઢાપા દેખકર રોયા, એ કિસ્સા ભી પુરાના હૈં. પરંતુ ખરેખર તો જીવનમાં વાર્ધક્યની પણ એક ગરિમા હોય છે. જેને આપણે શિષ્ટ ભાષામાં સીનિયર સિટીઝન અર્થાત્ વરિષ્ઠ નાગરિક તરીક ઓળખીએ છીએ. આમ તો આપણી સંસ્કૃતિમાં તો વડીલો અને વૃધ્ધજનોને માન સન્માન આપવાની પધ્ધતિ છે. પરંતુ વિદેશોમાં આ કન્સેપ્ટ વધુ સ્પષ્ટ થાય એટલા માટે આ દિવસને સમગ્ર વિશ્ર્વમાં સિનિયર સિટીઝન ડે તરીકે ઉજવવામાં આવે છે. આમ તો આપણાં દેશમાં પણ સિનિયર સિટીઝનોને થોડા વિશેષ લાભો સરકાર દ્વારા મળે છે. જો કે આ કોરોના કાળ બાદ ભારતીય રેલવે દ્વારા સિનિયર સિટીઝનોને મુસાફરી કરતી વખતે રેલવે ભાડામાં વિશેષ રાહત કન્સેશન આપવાનું બંધ કરેલ છે તો આ સંદર્ભે સાવરકુંડલા સિનિયર સિટીઝન સંગઠન વતી સાવરકુંડલા શહેરના વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધીએ આજરોજ રેલવે મુસાફરી માટે આ કન્સેશન પુનઃ ચાલુ કરવામાં આવે તેવી માંગ કરેલ છે. આમ પણ જીવનના સાંઈઠ વર્ષ બાદ આવી રાહતો વિશ્ર્વના વિકસિત દેશોમાં એક સામાજિક દાયિત્વની ભાવના સાથે આપવામાં આવે છે તો ભારત દેશ તો એક અનોખી સંસ્કૃતિ ધરાવતો દેશ છે. સરકારે આ બાબતે યુધ્ધના ધોરણે વિચાર કરી અને ફરી વરિષ્ઠ નાગરિકો માટેની વિશેષ સુવિધાઓ આપવા પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ.
Attachments area


