આજ રોજ લીલીયા મોટા ની મામલતદાર કચેરી ખાતે કોંગ્રેસ સમિતિ તથા તાલુકા કોંગ્રેસ અનુ.જાતિ વિભાગ દ્વારા વડગામ ના ધારાસભ્ય શ્રી જીગ્નેશ મેવાણી ની સત્તાધારી રાજકીય પક્ષ ના ઈશારે આસામ પોલીસ દ્વારા કરાયેલ ધરપકડ ના વિરોધ માં મામલતદાર કચેરી લીલીયા ખાતે આવેદન પત્ર આપવા માં આવેલ જેમાં લીલીયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા એવું જણાવવામાં આવેલ કે ગુજરાત રાજ્ય ના અને દેશના તમામ રાજ્યો ના વડાઓ અને નાગરિકો અને રાજકીય પક્ષો સહિત ના સૌ કોઈ સારીરીતે જાણકારી ધરાવો છો કે જીગ્નેશ મેવાણી ગુજરાત વિધાનસભા માં ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા લોક પ્રતિનિધિ છે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી નખશીખ પ્રમાણિક ચારિત્રવાન અને લોકો ના દુઃખ માં સહભાગી થવામાટે હમેશા તતપર રહેતા કર્મશીલ માણસ છે તાજેતર માં ગત દિવસો માં હિંમતનગર શહેર માં રામનવમી ની શોભાયાત્રા માં થયેલ તોફાનો તેમજ ખમ્ભાત અને વેરાવળ માં થયેલ તોફાનો અંગે ધારાસભ્ય શ્રી મેવાણી એ વડાપ્રધાન શ્રી ની ગુજરાત ની મુલાકાત ને ધ્યાને લઇ ટ્વીટ કરેલ હોય તે ટ્વીટ ને અનુસંધાને આસામ પોલીસ ફરિયાદ નોંધી ને ગેરકાયદેસર રીતે જીગ્નેશ મેવાણી ધરપકડ કરેલ હોય જેને લીલીયા તાલુકા કોંગ્રેસ સખત શબ્દો માં વખોડી કાઢેલ છે અને ધારાસભ્ય મેવાણી પર લગાવવા માં આવેલ ખોટા ગુન્હાઓ પરત ખેંચવા માંગણી કરેલ છે આ તકે લીલીયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ખોડાભાઈ માળવીયા લીલીયા તાલુકા કોંગ્રેસ સમિતિ અજા. વિભાગ ના પ્રમુખ મનોજભાઈ પરમાર તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ બહાદુર ભાઈ બેરા જિલ્લા કોંગ્રેસ સમિતિ મહામંત્રી નીતિનભાઈ ત્રિવેદી લીલીયા સરપંચ જીવન ભાઈ વોરા ભીખાભાઈ દેવાણી શબિર દલ જીવરાજભાઈ પરમાર દાનાભાઈ હેલયા પ્રકાશભાઈ બાબરીયા મોહનભાઈ વિરાસ ટપુભાઈ ગોહિલ ભરત ભાઈ ભાસ્કર બાબુભાઈ ભાસ્કર પરેશભાઈ ભાસ્કર મુકેશભાઈ વિરાસ પ્રવીણભાઈ ભાસ્કર જીજ્ઞેશભાઈ ભાસ્કર સંજયભાઈ હેલયા મહેન્દ્ર ભાઈ પરમાર ભીખાભાઈ હેલયા શાન્તિ બગડા સહિત ના તાલુકા ભરના કાર્યકર્તા ઉપસ્થિત રહી સખ્ત વિરોધ કરેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


