Gujarat

આણંદના કાવીઠા ગામે બંધ મકાનમાંથી ૧ લાખની મત્તાની ચોરી

આણંદ
આણંદના બોરસદના કાવીઠા ગામના ઠાકોરવાળા ફલિયામાં રહેતા રાજુભાઈ બચુભાઈ ઠાકોર ૧૦મી જુલાઇના રોજ પરિવાર સાથે જમી પરવારી મકાનના ઉપલા માળે સુઇ ગયાં હતાં. તેઓ આ સમયે મકાનનું તાળું મારીને સુઇ ગયાં હતાં. તેમના માતા સમુબહેન ઘરના પાછળના ભાગે આવેલા રવેશીમાં સુઇ ગયાં હતાં. દરમિયાનમાં ત્રાટકેલા તસ્કરો મુખ્ય દરવાજાનું તાળુ તોડી અંદર પ્રવેશ કરી તિજાેરીના લોકરમાં મુકેલા સોના – ચાંદીના દાગીના જેમાં સોનાનું દોઢ તોલાનું લોકેટ, સોનાની ઝુમ્મર બુટ્ટી, બે સોનાના દોરા એક – એક તોલાના, એક જાેડ ચાંદીના ઝાંઝર, રોકડ રૂ.૧૫ હજાર મળી કુલ રૂ.૧.૦૮ લાખની મત્તા ચોરી કરી ગયાં હતાં. રાજુભાઈ તથા તેમના પરિવારજનોએ ઉઠીને જાેતા ઘરનો સામાન વેરવિકેર પડ્યો હતો. જેથી તેઓએ તપાસ કરતા ચોરી થઇ હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે રાજુભાઈ ઠાકોરે બોરસદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.બોરસદના કાવીઠા ગામમાં આવેલા ઠાકોરવાળા ફળિયામાં મધરાતે તસ્કરો તાટક્યાં હતા. મકાનમાંથી રૂ.એક લાખની મત્તા ચોરી કરી નાસી ગયાં હતાં. આ અંગે બોરસદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

File-01-Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *