રિપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
ક્લાઇમેટ ચેન્જ હવે વૈશ્વિક મુદ્દો બની રહ્યો છે જેને કારણે આખું જગત ચિંચિત છે. આ સંજોગોમાં જળવાયું સંદર્ભે મહત્તમ લોકોને સભાન કરવાના આશયે આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર દ્વારા તા. 24-08-2022ના રોજ વિદ્યાનગરની એન.એસ.પટેલ કોલેજમાં સોશ્યલ વર્કના અભ્યાસ સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ માટે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ઉપસ્થિત રહેલા વિદ્યાર્થીઓને ચિરાગભાઇ દ્વારા ક્લાઇમેટ ચેન્જની વિવિધ અસરો, જોખમો, તેને અટકાવવાના ઉપાયો જેવા વિવિધ મુદ્દે ઉંડી સમજ પુરી પાડવામાં આવી હતી. પ્રસ્તુત કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ એ વાતે સભાન જણાયા હતા કે ક્લાઇમેટ ચેન્જને રોકવા માટે સરકારે કોઇ નક્કર પોલીસી બનાવવી જોઇએ. આ પ્રસંગે સંસ્થાના નિયામક ફા.જ્હોન કેનેડી ઉપસ્થિત રહ્યાં હતા.


