Gujarat

સરદાર પટેલ વિદ્યામંદિર,વીણાનું ગૌરવ.

રિપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
સરદાર પટેલ વિદ્યામંદિર,વીણાના મદદનીશ શિક્ષક  એમ.આર..પટેલ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ગુ.મા.અને ઉ.મા.શિ.બોર્ડ, ગાંધીનગર દ્વારા આયોજિત ગુજરાત જ્ઞાનગુરૂ ક્વિઝના પ્રથમ રાઉન્ડમાં ટોપર્સમાં સામેલ થયેલ છે.તેઓને ગુજ.સર. તથા ગુ.મા.અને ઉ.મા.શિ.બોર્ડ, ગાંધીનગર તરફથી બે દિવસની ચાર ફેમિલી મેમ્બર્સ સાથેની સાયન્સ સિટી ટૂર વિના મૂલ્યે પારિતોષિત સ્વરૂપે આપવામાં આવેલ છે.સરદાર પટેલ કેળવણી મંડળ, વીણા તથા સમસ્ત શાળા પરિવાર આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે. શાળાના આચાર્ય એસ.જી.પટેલે નિયમિત વાંચનને કારણે આ બહુમાન શક્ય બન્યું હોવાનું જણાવેલ છે તથા પારિતોષિત બદલ ગુજરાત જ્ઞાનગુરૂ ક્વિઝના આયોજક માન.સચિવ, ગુ.મા.અને ઉ.મા.શિ.બોર્ડ,ગાંધીનગરનો આભાર વ્યક્ત કર્યો હતો.

Screenshot_2022-08-24-18-50-15-53_6012fa4d4ddec268fc5c7112cbb265e7.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *