આગામી 14 જાન્યુઆરીના રાજ ઉત્તરાયણના તહેવારને લઈને બોટાદ જીલ્લાના રાણપુરમાં પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ.રાણપુર પોલીસ સ્ટેશનના PSI જી.ડી.કાલીયા તથા એમ.આર.પરમારની આગેવાનીમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી.જેમાં ઉત્તરાયણના તહેવારની ઉજવણી કોરોનાની મહામારી માં સરકારની ગાઇડલાઈન મુજબ કરવામાં આવે તેવુ કહેવામાં આવ્યુ હતુ.આ શાંતિ સમિતિની બેઠકમાં બોટાદ જીલ્લા પંચાયતના સદસ્ય કેશુભાઈ પંચાળા,વેપારી મંડળના ઉપ.પ્રમુખ સુલતાનભાઈ બાઘડીયા,પ્રકાસભાઈ સોની,જસમતભાઈ જાંબુકીયા,ભરતભાઈ મેર,ઇલેશભાઈ શેઠ,ધનેશભાઈ શેઠ,બિન્દુભાઈ શાહ સહીતના હાજર રહ્યા હતા…
તસવીર-વિપુલ લુહાર,રાણપુર


