ઊનાના પસવાડા ગામે રહેતા શખ્સે સગીરવયની દિકરીને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની અને બદકામ કરવાના ઇરાદે ભગાડી લઇ ગયો હોય આ અંગે સગીરવયની દિકરીના પિતાએ પોલીસમાં ફરીયાદ નોધાવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરેલ છે.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ પસવાડા ગામે રહેતો જીતુ ગોંવિદ પરમાર નામનો શખ્સે એજ ગામની સગીરવયની દિકરી ઉ.વ.૧૫ વર્ષની સાથે પ્રેમ સંબંધ બાધી તા.28 સપ્ટે. ના રોજ રાત્રીના દોઢ વાગ્યાની આસપાસના સમય દરમિયાન શખ્સે લલચાવી ફોસલાવી લગ્ન કરવાના કે બદકામ કરવાના ઇરાદે ભગાડી લઈ ગયેલ હોય આ અંગે સગીરવયની દીકરીના પિતાએ પોલીસમાં જીતુ ગોંવિદ પરમાર વિરૂદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે શખ્સને પકડવા ચક્રો ગતિમાન કરેલ છે.
