ઊના – ઊનાના સામતેર ગામમાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ પંદરથી વધુ ગામો આવતા હોય જેથી આજુબાજુના ગરીબ, પછાત વર્ગના લોકો બિમાર થતા હોય ત્યારે નજીકના સામતેર આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે તેમજ દવા માટે વહેલી સવારથી આવી જતાં હોય છે. પરંતુ આ કેન્દ્રમાં ફરજ બજાવતા ડોક્ટર તેમજ અન્ય કોઇ સ્ટાફ ન હોવાથી તમામ દર્દીઓને દશ વાગ્યા છતાં કોઇ ન દેખાતા દર્દીઓ કલાકો સુધી કણસતા રહ્યાં હતા. આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર, કર્મચારી સ્ટાફને સવારે નવ વાગ્યાના સમયે આવાનું હોય પરંતુ દશ વાગ્યા છતાં કોઇ સ્ટાફ ન દેખાતા સાત જેટલા દર્દીઓ સવારે આઠ વાગ્યાથી દશ વાગ્યા સુધી બે કલાક રાહ જોઇ રહ્યાં બાદ પરત ઘરે જવાનો વારો આવ્યો હતો. જોકે સવારે માત્ર એક સફાઇ કર્મી, એક એકાઉન્ટરકર્મી તેમજ અન્ય એક કર્મી સહીત કુલ ૩ સ્ટાફ હાજર જોવા મળેલ. જ્યારે ડોક્ટર સહીત અન્ય તમામ ૧૦ થી કર્મચારીઓ જાણે રામરાજ્ય પ્રજા સુધી જેમ પોતાની મનમાની રીતે હોસ્પીટલમાં આવતા હોય તેવો ઘાટ સર્જાયેલ હતો. જોકે સ્ટાફમાંથી એવું પણ જાણવા મળેલ કે કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા કર્મીઓનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થયેલ હોવાથી આવ્યા ન હોવાનું જણાવેલ પરંતુ દર્દીઓનો શું વાંક, ત્યારે દર્દીઓ સવારથી ડોક્ટરની રાહ જોયા બાદ પરત ચાલ્યા જવાનો વારો આવ્યો હતો…

