ઊનાના સામતેર ગામના વર્ષેથી પ્રખ્યાત એવા દુધ મલાઇના પેંડાની દુકાન આવેલી છે. આ પ્રખ્યાત પેંડાની દુકાન ધરાવતા ગામમાં રહેતા અને હાલ તાજેતરમાં નવા સરપંચ પદે ચુંટાઇ આવેલા લખનભાઇ જાદવ પોતે દુકાનમાં જાતે મહેનતથી દુધ મલાઇના પેંડા બનાવી વ્યાપાર કરેલ છે. હાલ સામતેરના પ્રખ્યાત પેંડા બનાવતા સરપંચ લખનભાઇની પોતાની વર્ષેથી દુકાન આવેલી છે તેમાં પેંડાનો ધંધો કરે છે. સરપંચ પદે ચુંટાયા હોવા છતાં પણ જાતે પેંડા બનાવી વેચાણ કરે છે. ત્યાં આજુબાજુના ગામોના લોકો લખનભાઇના પ્રખ્યાત પેંડા લેવા માટે આવેલ છે. અને આ પેંડા બનાવવા માટે વધુ પડતા ઓડર હોવા છતાં પણ લોકો એજ પેંડા લેવા માટે રાહ જોઇને તે પેંડા ખરીદવાનો આગ્રહ રાખતા હોય છે.


