ઉના ભાવનગર નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ સામતેર ગામની રાવલ નદીના પુલ ઉપર આવેલ સાઈડની રેલિંગને રાત્રીના સમયે અજાણ્યા ટ્રક ચાલકે ટક્કર મારતા રેલિંગ તૂટી ગયેલ હોય આ રેલિંગ તૂટી જવાથી હાઈવે પર પસાર થતા હજારો નાના મોટા વાહન ચાલકોને અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. આ પુલ ઉપરની સાઇડની રેલિંગને તાત્કાલિક રીપેર કરવા વાહન ચાલકોની માંગણી ઉઠવા પામેલ છે.
સામતેર ગામની રાવલ નદી ઉપર બંને સાઈડ રેલિંગ આવેલી હોય તેમાં એક સાઇડની રેલીમાં મૂડી રાત્રિના સમયે કોઈ અજાણ્યા વાહન ચાલકે રેલિંગને ટક્કર મારતા રેલિંગનો ભાગ તૂટી ગયો હતો. જો કે આ ઉના ભાવનગર નેશનલ હાઈવે રોડ આવેલ હોવાથી રોજિંદા દિવસ રાત હજારો નાના મોટા વાહન ચાલકો પસાર થતા હોય છે ત્યારે આ રેલીંગ તૂટી જવાના કારણે વાહન ચાલકોને અકસ્માતની ભિતી સેવાઈ રહી છે. અને આ પુલ ઉપરથી વાહન ચાલકોને ભય હેઠળ પસાર થવું પડે છે. જેથી આ રેલીગને તંત્ર દ્વારા તાત્કાલિક રીપેરીંગ કરવામાં આવે તો અકસ્માત થતો અટકાવી શકાય, નહીતર રાત્રિના સમયે અંધારામાં વાહન અકસ્માત સર્જાય તો વાહન પુલ ઉપરથી નિચે ખાબકે તે વાતને નકારી શકાય નહી. અને મોટી જાનહાની થવાની સંભાવના હોય જેથી તાત્કાલિક રેલિંગ રીપેરીંગ કરવામાં આવે તેવી વાહન ચાલકોની માંગણી ઉઠવા પામેલ છે..


