ઊના ગીરગઢડા આહીર સમાજ દ્રારા ૧૯ માં સમૂહ લગ્ન આગામી તા.૧૧ ફેબ્રુ.૨૦૨૩ના યોજાનાર હોય આ જેથી આહીર સમાજના કર્મચારી,આગેવાનો, વેપારીઓ સહીતની મીટીંગ ઉના માર્કેટીંગ યાર્ડ ખાતે યોજાયેલ હતી. જેમાં મેરૂભાઇ રામ, મનુભાઇ રામ, પુંજાભાઇ લાખણોત્રા, ધીરૂભાઇ રામના અધ્યક્ષ સ્થાને મીટીંગ યોજાઇ હતી. સમુહ લગ્ન આયોજકો તેમજ રાજકીય, આગેવાનો અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી.
