ફ્રીમાં નિકળતા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપ્યો તો ધોરાજી ઉપલેટા નાં ધારાસભ્યએ ટોલ પ્લાઝા પર દાદાગીરી પણ કરી
ટ્રક ચાલકો અને વાહન ચાલકો મોટા પ્રમાણમાં નુકશાની પહોંચાડતા cctv કેમેરામાં કેદ થયા
પોરબંદર ધોરી માર્ગ પર આવેલ ડુમિયાણી ટોલ પ્લાઝા ઉપર નવું મેનેજમેન્ટ આવતા આવકમાં વધારો થતા સરકારને ફાયદો થશે. જ્યારે ફ્રી માં નિકળતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે ત્યારે ઉપલેટા ટોલ નાકા પર આજે બબાલ વ્યાપી હતી ધારાસભ્યો અને સમર્થકો ટોલ પ્લાઝા પર પહોંચી ટોલ પ્લાઝા ના સંચાલકો સાથે દાદાગીરી કરી હતી
ઉપલેટાના ડુમિયાણી ગામ પાસે આવેલ ટોલ પ્લાઝાના નવા મેનેજમેન્ટ થી રાજકોટ-પોરબંદર નેશનલ હાઇવે ઉપર ધોરાજી-ઉપલેટા પાસે હુમિયાણી ટોલ પ્લાઝા ઉપર નવા મેનેજમેન્ટ આવતા છેલ્લા ઘણા સમય થયા કોમર્શિયલ અને નોન કોમર્શિયલ વાહનો ટોલ ભર્યા વગર જતા રહેતા હતા. આને કારણે વર્ષ સરકારી તીજોરીમાં કરોડો રૂપિયાનું નુકશાન જતું હતું. રાજકોટ-પોરબંદર નેશનલ હાઇવે ઘણો સુવિધાથી સજ્જ છે.
આગામી દિવસોમાં હજુ ઘણી સુવિધામાં વધારો થશે. આ સવલતો સરકાર દ્વારા આપણે મળવાપાત્ર છે પણ તેનું મૂલ્ય ચૂકવવું પણ આવશ્યક છે. જ્યારે આ ટોલ પ્લાઝાની 20 કિ.મી.ની ત્રિજ્યામાં આવતા ગામોના વાહન ચાલકોને નેશનલ હાઇવે ઓથોરિટી મુજબ મળતા લાભો પણ આપવામાં આવશે ત્યારે હાલ ભારત દેશ વિશ્વની મહાસત્તા બનવા જઇ રહ્યો છે ત્યારે સહયોગ બની કોઇપણ જાતના વાદ-વિવાદ વગર ટોલ પ્લાઝાનું ફાસ્ટેંગ મેળવી તેમાંથી ટોલ ટેક્ષ ભરી સહભાગી બનવા માટે ટોલ પ્લાઝાના સંચાલકોએ વિનંતી કરી હતી
એક બાજુ ટોલ પ્લાઝા નુ નવું મેનેજમેન્ટ આવતા ફ્રી માં જતા વાહનો ઉપર મનાઈ ફરમાવવામાં આવતા રાજકીય વગ ધરાવતા અનેક લોકોના પેટમાં તેલ રડાયુ હતું જેથી ધારાસભ્ય સમર્થકો સાથે મોટી સંખ્યામાં ઉપલેટા ટોલ પ્લાઝા પર પહોંચ્યા હતા અને ધારાસભ્ય મહેન્દ્ર પાડેલીયા એ રોફ જમાવતા દાદાગીરી વોહરી હતી જેથી સ્થળ પર પોલીસ પ્રશાસન પણ ખડકી દેવામાં આવ્યું હતું તેમ છતાં પણ ધારાસભ્ય અને પોલીસની હાજરીમાં જે વાહન ચાલકો છે તે બૂમ બેરિયર અને ટોલ પ્લાઝાને નુકસાની પહોંચાડે એ રીતે વાહન હંકારી ચાલી નીકળ્યા હતા અને ધરાસભ્યે બબાલ ની ચીમકી પણ ઉચ્ચારી હતી
સમગ્ર ઘટનાના ટોલ પ્લાઝા પર લગાડવામાં આવેલ સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ હતી અનેકવાર ટ્રક ચાલકો અને વાહન ચાલકો કાયદેસર રીતની દાદાગીરી જોવા મળી હતી આ સંદર્ભે ટોલ પ્લાઝા નાં સંચાલકો એ ઉપલેટા પોલીસને લેખિતમાં રજૂઆત કરી હતી


