માહે. ૦૧/૨૦૨૩ જાન્યુઆરી માસમાં ઉત્તરાયણ અને ૨૬ મી જાન્યુઆરી જેવા તહેવારો આવતા હોઇ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા સારૂ ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ તથા જી.પી.એકટ કલમ-૩૭(૧) મુજબનું હથિયારબંધી અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ કરવા પોલીસ અધિક્ષકશ્રી બનાસકાંઠા દ્વારા તા.૨૦/૧૨/૨૦૨૨ના પત્રથી વિનંતી કરેલ છે. જે અન્વયે આ સમયગાળા દરમ્યાન બનાસકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ જાનમાલને નુકશાન ન થાય તે હેતુથી સમગ્ર જિલ્લામાં નીચે જણાવેલ કૃત્યોની મનાઈ કરવાનું જરૂરી લાગે છે.
શ્રી આનંદ પટેલ, (આઈ.એ.એસ.) જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, બનાસકાંઠા, પાલનપુર દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમની ક.૩૭(૧)થી મળેલ સત્તાની રૂએ બનાસકાંઠા જિલ્લામાં નીચે મુજબના કૃત્યો કરવાની મનાઇ ફરમાવવામાં આવી છે.
(ક) શસ્ત્રો દંડા, તલવાર, ભાલા, સોટી, બંદુક, ખંજર તથા કોઈપણ જાતના ચપ્પુ જે અઢી ઈંચથી વધારે લાંબુ છેડેથી અણીવાળુ પાનું હોઈ તેવા ચપ્પા સાથે રાખી ફરવાની તેમજ લાકડી, અથવા લાઠી અથવા શારીરીક ઈજા પહોંચાડવામાં ઉપયોગી થઈ શકે તેવી બીજી કોઈ ચીજો લઈ જવાની મનાઈ.
(ખ) શરીરને હાનીકારક હોય તેવો કોઈપણ સ્ફોટક પદાર્થ લઈ જવાની.
(ગ) પથ્થરો અથવા બીજા શસ્ત્રો અથવા ફેંકવાના અથવા નાખવાના યંત્રો અથવા સાધનો લઈ જવાની, એકઠા કરવાની તથા તૈયાર કરવાની.
(ઘ) સળગતી અગર સળગાવેલી મશાલ સરઘસ સાથે રાખવાની.
(ચ) વ્યકિત અથવા તેના શબ અથવા આકૃતિઓ અથવા પુતળા દેખાડવાની.
(છ) જે છટાદાર ભાષણ આપવાથી, ચાળા પાડવાથી અથવા નકલો કરવાની તથા ચિત્રો, નિશાનીઓ, જાહેર ખબર અથવા પદાર્થ અથવા વસ્તુઓ તૈયાર કરવાની, દેખાડવાની અથવા ફેલાવો કરવાની અથવા અધિકારીઓના અભિપ્રાય પ્રમાણે સુરૂચિ અથવા નિતિનો ભંગ થતો હોય અથવા તેનાથી રાજયની સલામતી જોખમાતી હોય અથવા જેના પરીણામે રાજય ઉથળી પડવાનો સંભવ હોય તેવા છટાદાર ભાષણ આપવાની તથા ચાળા વગેરે કરવાની અને તેના ચિન્હો, નિશાનીઓ વિગેરે તૈયાર કરવાની દેખાડવાની અથવા તેનો ફેલાવો કરવાની.
સમગ્ર બનાસકાંઠાની હકુમત હેઠળના વિસ્તારમાં તા.૦૧/૦૧/૨૦૨૩ થી તા.૩૧/૦૧/૨૦૨૩( બંને દિવસો સહિત) સુધી આ જાહેરનામું અમલમાં રહેશે.
આ હુકમનો ખંડ ક નીચેની વ્યક્તિઓને લાગુ પડશે નહીં. (૧) સરકારી નોકરી અથવા કામગીરીમાં હોય તેમજ જેને ઉપરી અધિકારીએ આવા કોઈપણ હથિયાર સાથે લઈ જવા ફરમાવ્યું હોય અથવા આવું કોઈ હથિયાર લઈ જવાની તેમની ફરજ હોય તેમને. (૨) સરકારી નોકરી કે જેઓને પોતાની ફરજ અંગે પ્રતિબંધિત હથિયાર જેવા કે સંગીન વિગેરે સાથે રાખવા પડતા હોય તેમને લાગુ પડશે નહીં. (૩) જિલ્લા મેજીસ્ટ્રેટ/ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ/ પોલીસ અધિક્ષકશ્રીએ અધિકૃત કરેલ કોઈપણ અધિકારીઓએ જેને શારિરીક અશકિતના કારણે લાકડી અથવા લાઠી સાથે રાખવાની પરવાનગી આપેલ હોય તેવી વ્યકિતઓને લાગુ પડશે નહીં.
આ આદેશનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ઈસમ ભારતના ફોજદારી અધિનિયમ સને.૧૮૬૦ની ક.૧૮૮ તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ ૧૩૫ હેઠળ સજાને પાત્ર થશે.
આ હુકમ અન્વયે બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિક્ષકશ્રીના દરજજાથી પોલીસ સબ ઈન્સપેકટર સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે આઈ.પી.સી.ક.૧૮૮ તથા. ગુ.પો.અધિ.ક.૧૩૫ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*


