Gujarat

ઊંઝાથી મિત્ર સાથે દિલ્હી ડ્રગ્સ લેવા ગયેલા શખ્સની ધરપકડ

મહેસાણા
દેશ સહિત ગુજરાતમાં જાણે યુવાનોને બરબાદ કરવાનું કાવતરું ઘડાઈ રહ્યું હોય તેમ જણાય છે યુવાધન ડ્રગ્સના ચુંગાલમાં ફસાઈ રહી છે ત્યારે ઊંઝાથી તાજેતરમાં ઝડપાયેલા એમડી ડ્રગ્સ પ્રકરણમાં એસઓજીએ ઊંઝાના વધુ એક યુવકની ધરપકડ કરી છે. અગાઉ ડ્રગ્સ સાથે ઝડપાયેલા પિયુષ પટેલની સાથે દિલ્હી ડ્રગ્સ લેવા ગયેલા તેના મિત્રની ધરપકડ કરતાં આંકડો ૪ થયો છે.ઊંઝા પોલીસે ઐઠોર ચોકડી નજીકથી પિયુષ પટેલ ઉર્ફે કાળુને રૂ.૨.૩૦ લાખના ૨૩ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપ્યો હતો. મહેસાણા એસઓજી પીઆઇ ભાવેશ રાઠોડે પિયુષ પાસેથી ડ્રગ્સ ખરીદનાર સ્થાનિક વેપારીની પણ ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન પિયુષ દિલ્હી ખાતે ડ્રગ્સ ખરીદવા તેના મિત્રને લઈને ગયો હોવાનું બહાર આવતાં પોલીસે ઊંઝાના જુના કૃષ્ણપરામાં રહેતા તુષાર વિષ્ણુભાઈ પટેલની પણ ધરપકડ કરી છે.ડ્રગ્સ ખરીદવા માટે તુષારે પોતાની કાર ઊંઝામાં માત્ર ૩૦ હજાર રૂપિયામાં ગીરવે મૂકી હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે.

File-01-Page-15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *