Gujarat

ઊનાના ભીંગરણ સીમમાં પશુઓના ઢાળીયામાં દીપડો ઘુસી જતાં વનવિભાગે રેસ્ક્યુ કરી પાંજરે પુર્યો…

વનવિભાગે અડધો કલાકની જહેમત બાદ સલામત રીતે દીપડાનું રેસ્ક્યુ કરેલ.

ઊનાના ભીંગરણ ગામની રેવન્યુ સીમ વિસ્તારમાં આવેલ માલઢોર બાંધવાના ઢાળીયામાં અચાનક દીપડો પુરાય જતાં વનવિભાગની ટીમે દીપડાને સલામત રીતે રેસ્ક્યુ કરી પાંજરે પુરી જશાધાર એનિમલકેર સેન્ટર ખાતે ખસેડાયેલ છે.

ભીંગરણ ગામે રેવન્યુ સીમ વિસ્તારમાં આવેલ સાયક્લોન સેન્ટર સામે જીવાભાઇ વિરાભાઇ પામકના માલઢોર બાંધવામાં અવાતા ઢાળીયામાં શિકારની શોધમાં અચાનક દીપડો ધુસી આવ્યો હતો. અને વહેલી સવારે જીવાભાઇએ પોતાની સાઇકલ લઇ ઢાળીયાની પાસેથી પસાર થતાં ઢાળીયા માંથી અચાનક અવાજ આવતા તેમણે ઢાળીયાની અંદર જોતા દીપડો નજરે પડતા ગભરાઇ ગયેલ. અને તાત્કાલીક દરવાજો બંધ કરી દીધેલ અને આ અંગેની વનવિભાગે જાણ કરતા નવાબંદર રાઉન્ડ સ્ટાફે જશાધાર રેન્જ ઓફીસરની સુચના મુજબ દીપડાને રેસ્ક્યુ કરવા પાંજરૂ સાથે લઇ વનવિભાગનો સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે પહોચી ગયેલ હતો. અને ઢાળીયાના દરવાજા પાસે પાંજરૂ ગોઠવી અડઘો કલાકની જહેમત બાદ મહામુસીબતે દીપડાનું રેસ્ક્યુ કરી પાંજરે પુર્યો હતો. અને જશાધાર એનિમલકેર સેન્ટર ખાતે ખસેડવામાં આવેલ. શિકારની શોધમાં દીપડો ઢાળીયામાં ધુસી ગયેલ પરંતુ માલઢોર ન હતા. દીપડો પાંચ વર્ષનો હોવાનું જાણવા મળેલ દીપડો પાંજરે પુરાતા ખેડૂતે રાહતનો શ્વાસ લીધો હતો

-સીમમાં-માલઢોરના-ઢાળીયામાં-દીપડો-પુરાયો-રેસ્ક્યુ-કરાયું-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *