Gujarat

ઊનાના વાવરડાના ખેડૂતને ૩ શખ્સોએ તે રેતી ભરેલ ટ્રેક્ટર કેમ પકડાવ્યુ તેમ કહી લોખંડના પાઇપ વડે મારમાર્યો..

ઊનાના વાવરડા ગામનો ખેડૂત પોતાની બાઇક પર દુધ લઇને જતાં હોય એ દરમ્યાન ત્રણ શખ્સોએ કહેલ કે તે રેતી ભરેલ ટ્રેક્ટર કેમ પકડાવેલ તેમ કહી લોખંડનો પાઇપ અને લાકડુ વડે હુમલો કરી મારમારી ઇજા કરી હતી. આ અંગે ત્રણ શખ્સો વિરૂધ પોલીસમાં ફરીયાદ નોધાવી હતી.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ તખુ ધીરૂ ગોહીલ, મેહુલ દીપુ ભાલીયા તેમજ હરેશ દીપુ ભાલીયા રહે.વાવરડા આ ત્રણ શખ્સોએ શૈલેષભાઇ નારણભાઇ ડાંગોદરા પોતાના બાઇક પર દૂધ લઇ જતા હોય એ દરમ્યાન તળાવ નજીક તખુએ બાઇક રોકાવી કહેલ કે રેતી ભરેલ ટ્રેક્ટર કેમ પકડાવેલ છે. તેમ કહી પાટુ મારી દેતા બાઇક સાથે નીચે પછાડી દીધેલ જ્યારે શૈલેષભાઇએ જણાવેલ કે મે કોઇ ટ્રેક્ટર પકડાવેલ નથી કે મને કોઇ ખબર નથી તેમ છતાં ભુંડી ગાળો કાઢી શખ્સોએ લાકડુ તેમજ લોખંડનો પાઇપ વડે વાસાના તેમજ હાથના ભાગે મારમારી ઇજા કરી હતી. આ વખતે મહેશભાઇ જશાભાઇ ટાંચક વચ્ચે પડતા તેમને પણ મારમારેલ હોય આ અંગે શૈલેષભાઇ નારણભાઇ ડાંગોદરાએ પોલીસમાં ત્રણ સામે ફરીયાદ નોધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે..

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *