ઊના શહેરમાં ભંગારના ડેલામાં છુટક તેમજ જથ્થાબંધ ભંગાર રાખવામાં આવેલ હોય રાત્રીના સમયે કોઇ અજાણ્યા શખ્સોએ કોપર, ડીવીઆર સહીતનો માલની ચોરી કરી જતાં આ અંગેની હબીબભાઇ નુરમોહદભાઇ જુમાણીએ ઉના પોલીસમાં લેખિત ફરીયાદ કરેલ છે..
ઊનામાં મોદેશ્વર રોડ પર આવેલ સર્કિટ હાઉસની પાછળના ભાગે ભંગારનો ડેલો હોય તેમાં છુટક તથા જથ્થાબંધનો વેપાર ધંધો કરતા હબીબભાઇ નુરમોહદભાઇ જુમાણી રાજકોટ ખાતે દવાખાનાના કામે ગયેલ હતા. અને તા.૩ એપ્રિલના ગતરાત્રીના સમયે અજાણ્યા શખ્સો ભંગારના ડેલાનો દરવાજો તોડી અને અંદર પ્રવેશ કરી તેમાં રહેલો છુટક તેમજ જથ્થાબંધ ભંગારનો માલસામાન જેમાં કોપર તેમજ ડી વી આર ની તસ્કરો ચોરી કરી નાશી ગયેલ. આ ભંગાર કોપર તેમજ ડીવીઆર સહીત કુલ કિ.રૂ.૧ લાખ ૯૨ હજારનો મુદામાલની ચોરી થતાં આ બાબતે ઉના પોલીસમાં ફરીયાદ કરતા પોલીસે આગળની તપાસ હાથ ધરી તસ્કરોને પકડી પાડવા ચક્રગતિમાન કરેલ છે.
