ગિરગઢડા
ભરત ગંગદેવ..
પ્રાચી તીર્થ. પ્રાચી તીર્થ ખાતે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ગીર સોમનાથ સંગઠન દ્વારા શાંતિકુંજ હરિદ્વાર તત્વાવધાનમાં શાંતિકુંજ ગાયત્રી તીર્થના સુવર્ણ જયંતિ વર્ષ અંતર્ગત દેવ પરિવાર વિસ્તાર 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞ એવમ સદગ્રંથ સ્થાપના તથા સંસ્કાર મહોત્સવ આગામી તારીખ 29.30.31. માર્ચ 2022 ને મંગળ બુધ અને ગુરુવારે શ્રી કારડીયા ધર્મશાળા શ્રી માધવરાય મંદિર ની બાજુમાં પ્રાચી તીર્થ ખાતે યોજાનાર છે જેમાં પ્રથમ દિવસે બપોરે બે કલાકે શોભાયાત્રા તેમજ બીજા દિવસે સવારે 8 થી 11 કલાકે 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞ બપોરે ભોજન પ્રસાદ ત્યારબાદ કાર્યકર્તા goshti તેમજ રાત્રિના દિપ મહાયજ્ઞ ત્રીજા દિવસે સવારે 8 થી 11 કલાકે 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞ તેમજ ભારતીય સંસ્કૃતિના વિવિધ સંસ્કારો કરાવવામાં આવશે તો આ ધાર્મિક કાર્યક્રમમાં લાભ લેવા યજ્ઞ ની અંદર આહુતિ આપવા પુણ્ય ના ભાગીદાર બનવા યજ્ઞ ની અંદર યજમાન પદે બેસવા માટે ગાયત્રી પરિવાર પરિજન ભાઈ-બહેનોને સંપર્ક કરવા તથા આ કાર્યક્રમનો બહોળી સંખ્યામાં લાભ લેવા માટે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ગીર સોમનાથ આપને ભાવ ભર્યું હૃદયપૂર્વક આત્મીય નિમંત્રણ પાઠવે છે..


