પેવર બ્લોક, પાણીની પાઇપ લાઇન, સીસી રોડ, સ્ટ્રીટ લાઇટ, કંપાઉન્ડનો અભાવ.
ઊનાના સનખડા ગામે આવેલ ખોખરીયાપીર બાબાની દરગાહમાં અંદાજે ૪૫ બ્રાશ પેવર બ્લોકનું કામ રૂ. ૫ લાખ, ગામના ઝાંપા વિસ્તાર થી લુણસાપુર બાપાના મંદિર સુધી પીવાના પાણીની પાઇપ લાઇન રીપેરીંગ કરી પાણી ચાલુ કરવા માટે રૂ.૫૦ હજાર તેમજ સનખડા થી સોંદરડી જતાં રસ્તાથી લઇને દેવીપૂજક વાસ સુધી સીસી રોડ ૯૦૦ મીટરની જરૂર હોય તેની અંદાજે રકમ રૂ.૧૦ લાખ તેમજ તાઉતે વાવાઝોડા પછી ગામની દરેક સ્ટ્રીક લાઇટ તૂટી ગયેલ હોવાના કારણે આજ સુધી ગામમાં દરેક જગ્યાએ અંધારૂ પટ છવાયેલ છે. ત્યારે સ્ટ્રીટ લાઇટ નં.૨૫૦ની તાત્કાલીક જરૂરીયાત હોય જેની કિ.રૂ.૨.૫૦ લાખ તેમજ તાલુકા પે.સે.શાળામાં કંપાઉન્ડ ૧૦૦ મીટરનું કામની રકમ રૂ.૨.૫૦ લાખ થતી હોય તેમજ મનરેગાના કામ શરૂ કરવામાં આવે આમ ગામમાં વિવિધ વિકાસ કામોનો અભાવ હોવાના કારણે લોકોને ભારે હાલાકી ભોગવી પડતી હોય આથી તંત્ર દ્રારા તાત્કાલીક આ તમામ કામો મંજુર કરી કામગીરી શરૂ કરવામાં આવે તેવી જીલ્લા પંચાયત સદસ્ય વીરાભાઇ ઝાલાએ તાલુકા વિ.અધિકારીને લેખિતમાં અંદાજીત ખર્ચ સાથે રજુઆત કરી માંગણી કરી હતી.
