Gujarat

દેલવાડામાં ગાળો આપવાની સંભળામણી કરતા લોખંડનો પાઇપ, દાતરડુ વડે હુમલો સામ સામી ૫ સામે ફરીયાદ નોધાય…

ઊના – આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ છગન બાબુ બાંભણીયા, મંજુબેન છગનભાઇ બાંભણીયા, તેમજ સતિષ છગન બાંભણીયા ગાળો બોલતા હોય જેથી હિતેષ લખમણ બાંભણીયાએ ગાળો બોલવાની ના પાડતા લોખંડનો પાઇપ વડે હુમલો કરી માથાના ભાગે મારી દીધેલ તેમજ હંસાબેનને ફરસાણની દુકાનમાં રહેલ ગરમ તેલ જગમાં ભરી શરીર ઉપર ઉડાવી ઢીકાપાટુનો મારમારી ઇજા કરી જાનથી મારીનાખવાની ધમકી આપી હતી. આ અંગે હિતેષ લખમણ બાંભણીયાએ પોલીસમાં ફરીયાદ નોધાવેલ છે. જ્યારે સામા પક્ષના હિતેષ લખમણ બાંભણીયા, હંસા લખમણ બાંભણીયા રહે. દેલવાડા એ મંજુબેન છગનભાઇ બાંભણીયાને ભુંડી ગાળો આપવાની સંભળામણી કરતા હોય આથી તેમને ના પાડતા દાતરડુ વડે હુમલો કરી મારી દીધેલ તેમજ સતિષ બાંભણીયાને પણ ઢીકાપાટુનો મારમારતા આ બાબતે બે વ્યક્તિ સામે પોલીસમાં ફરીયાદ નોધાવેલ હતી. આમ બન્ને પક્ષે સામસામી ફરીયાદ નોધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરેલ ધોરણસરની કાર્યવાહી કરેલ..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *