૧૮ કરોડના ખર્ચે ડામર રોડ ૧૦ મીટર પહોળો અને ૭ કિ.મી. લાંબો મંજુર કરાયો છે..
આટલી મોટી રકમ ખર્ચ કર્યા પછી રોડની પરિસ્થિતી જૈ સે થે એસી રહેવાની….
ઊના – લાંબા વર્ષોથી ઉના શહેર માંથી પસાર થતાં નેશનલ હાઇવેની હાલત બિસ્માર બની ગઇ છે. અને લોકો તેમજ વાહન ચાલકો માટે કાયમી માટે માથાના દુઃખાવારૂપ બનેલ આ માર્ગ દિનપ્રતિદીત મોટા ખાડા ઓમાં ધકેલાઇ રહ્યો છે. અનેક રજુઆતો આંદોલનો અને વિરોધ થવા છતાં માર્ગ નેશનલ હાઇવે ઓથોરેટી દ્રારા નવીકરણ કરાવામાં આવતો નથી. ત્યારે આ માર્ગને નવીકરણ માટે ગુજરાત રાજ્ય સરકારના નેશનલ હાઇવે ઓથોરેટી દ્રારા ડામર સપાટી બનાવવા અંગે રાજ્ય સરકારે ૧૮ કરોડ મંજુર કરી દીધા છે. અને તેના ટેન્ડર પણ બહાર પડી ગયા પછી ઉનાની ચોક્કસ એજન્સીએ આ માર્ગ બનાવવા કામગીરી સોપી દેવાયેલ છે. તેવી હકીકત મળી રહી છે. સીલોજ પાટીયાથી વ્યાજપુર ગામ સુધી ૮ કિ.મી. લંબાઇ તેમજ ૧૦ મીટર પહોળાઇ ઘરાવતો ઉના શહેર માંથી પસાર થતાં માર્ગને બનાવવા લીલી જંડી મળી ગઇ છે. પરંતુ આ માર્ગમાં આટલી મોટી રકમ ખર્ચ કર્યા પછી એક વર્ષ પણ ટકી શકશે નહીં તેવો શૂર ખુદ કામ રાખનાર એજન્સીમાં પણ ઉઠવા પામેલ છે.
ઊના સીટી માંથી પસાર થતાં નેશનલ હાઇવે માર્ગની જે સ્થિતી સર્જાયેલ છે તે જોતા આ માર્ગ ઉંચો લઇને તેના પર આર સી સી કરવામાં આવે તોજ ટકાવ બની શકશે. આટલી મોટી રકમ પ્રજાના નાંણા ખર્ચ કર્યા પછી ડાંમર માર્ગ ટુંકા સમયમાં તુટી જશે તે ફરી લોકોને ખાડાની સમસ્યા ભોગવવી પડશે. આ બાબતે રાજ્ય સરકારની નેશનલ હાઇવે દ્રારા તમામ સ્થિતી અંગેની સમીક્ષા કરી આ માર્ગને મજબૂતીકરણ સાથે ગુંણવતા વાળો સી સી રોડ બનાવવા પ્રજાની માંગણી ઉઠવા પામેલ છે. ઉના શહેરની હાઇત જોતા તંત્ર અને સરકારના વિકાસના દાવાની પોલ આમ પ્રજા જાતે નિહાળી રહી છે. આ સમસ્યા કાયમી ઉકેલ સી સી માર્ગ બનાવાથી આવી શક્શે તેવી પ્રજામાં માંગણી ઉઠી રહી છે.
